/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/25132552/maxresdefault-98.jpg)
આદિવાસી જિલ્લા નર્મદા અને તેની આસપાસના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને 600 થી વધારે મેડિકલ ટિમો કામે લાગી છે.
રાજ્યના આદિવાસી વિસ્તારમાં કોરોના બીમારી વધુ ના ફેલાઈ તે માટે રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ અને સ્થાનીય તંત્ર એક્શનમાં આવ્યું છે. નર્મદા જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા 600 થી વધુ મેડિકલ ટિમો બનાવી ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે આ મેડિકલ ટિમો ઘરે ઘરે જઈ શરદી ખાસી અને તાવના દર્દીઓની ચકાસણી કરે છે અને તેની સારવાર કરવામાં આવે છે .
આદિવાસી વિસ્તારમાં ઘનિષ્ટ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય લક્ષણ હોઈ તો દર્દી અને પરિવારને દવાનું વિતરણ પણ કરવામાં આવે છે અને તેને સારવાર ની જાણકારી પણ આપવામાં આવે છે તો સાથે જો કોરોનાના સામાન્ય લક્ષણ દેખાઈ તો પ્રાથમિક સારવાર આપી નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અહીં ઘરે ઘરે ઓક્સિજન અને ટેમ્પરેચર પણ માપવામાં આવે છે આ કામીગીરીથી અહીંના આદિવાસી સમાજને પણ ફાયદો થયો છે અને કોરોના વાધરે ફેલાતા અટક્યો છે.