નર્મદા : જિલ્લામાં પડી રહી છે હાંજા ગગડાવતી ઠંડી, જુઓ જંગલ સફારીમાં પ્રાણીઓ માટે કેવી છે વ્યવસ્થા

New Update
નર્મદા : જિલ્લામાં પડી રહી છે હાંજા ગગડાવતી ઠંડી, જુઓ જંગલ સફારીમાં પ્રાણીઓ માટે કેવી છે વ્યવસ્થા

વનરાજીથી ઘેરાયેલાં નર્મદા જિલ્લામાં હાંજા ગગડાવતી ઠંડી પડી રહી છે અને તાપમાનનો પારો 10 ડીગ્રી જેટલો નીચો પહોંચી ગયો છે ત્યારે કેવડીયા ખાતે શરૂ કરવામાં આવેલાં જંગલ સફારી ખાતે સ્થાનિક તથા વિદેશી પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે…

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 375 એકર જમીનમાં પથરાયેલ જંગલ સફારીમાં 1500  જેટલા દેશી તથા વિદેશી પશુઓ અને પક્ષીઓને રાખવામાં આવ્યાં છે. ઠંડીમાં પ્રાણીઓ ઠુઠવાય ન જાય તે માટે જંગલ સફારીની ટીમ ખડે પગે ફરજ બજાવી રહી છે.  નર્મદા જિલ્લામાં તાપમાનનો પારો 10 થી 12 ડીગ્રી પર જતાં ઠંડીનો ચમકારો જોવા મળી રહયો છે. જંગલ વિસ્તાર હોવાથી અહીં ઠંડીનું પ્રમાણ પણ વધારે રહે છે. પ્રાણીઓને ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે રાત્રે તેમને કોટેજમાં લઇ જવામાં આવે છે અને આ કોટેજની આજુબાજુ લીલા રંગની નેટ લગાડવામાં આવી છે. વધુમાં તમામ કોટેજની બહાર હીટર ફીટ કરવામાં આવ્યાં છે.

બીજી તરફ પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે કે હવે નર્મદા જિલ્લા ના જંગલ સફારી પાર્ક માં પ્રવાસીઓ માટે ટિકિટ માટે સ્લોટ હટાવી દેવામાં આવ્યાં  છે હવે પ્રવાસીઓ માટે ઓનલાઇન ટિકિટ સહેલાઇ થી મળી શકશે. કોરોના મહામારી ને કારણે જંગલ સફારી પાર્ક 6 મહિના બંધ રાખવામાં આવ્યું હતું. 31મી ઓકટોબરના રોજથી જંગલ સફારીને પુન : શરૂ કરવામાં આવ્યું છે….

Latest Stories