નર્મદા : જુઓ કયાં ગામના જંગલોમાં જોવા મળે છે “બોલતા પોપટ”

New Update
નર્મદા : જુઓ કયાં ગામના જંગલોમાં જોવા મળે છે “બોલતા પોપટ”

નર્મદા જિલ્લાના દેડીયાપાડા પાસે આવેલું ડુમખલનું જંગલ તેના પોપટો માટે જાણીતું છે ત્યારે કેવડીયા ખાતે વડાપ્રધાનના હસ્તે ખુલ્લા મુકાયેલાં જંગલ સફારીમાં ડુમખલના માણસની જેમ બોલતા પોપટોએ પ્રવાસીઓમાં આર્કષણ જમાવ્યું છે.

નર્મદાના જંગલ સફારી માં દેશ અને વિદેશ થી પશુ પક્ષીઓ લાવવા માં આવ્યા છે પરંતુ સૌથી વધુ આકર્ષણ હોય તો તે છે નર્મદા જિલ્લાના જ દુમખલના પોપટનું. ડુમખલના પોપટ જે બોલતા પોપટ કહેવાય છે. આ પોપટોને તાલીમ આપવામાં આવે તો તે માણસની જેમ સરળતાથી બોલી શકે છે. જંગલ સફારીના લોકાર્પણ સમયે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પણ એમના હાથ પર લઈ પોપટ સાથે વાત કરી હતી. હાલ જંગલ સફારી માં 70 જેટલા નર્મદા ના ડુમખલ ના પોપટો લાવવામાં આવ્યા છે અહીં આવતા પ્રવાસીઓ પણ આ પોપટો સાથે વાત કરી ખુશ થાય છે