નર્મદા : રોડ ટેક્સ માફી અંગે ટ્રાવેલ્સ એજન્સીએ કલેક્ટર કચેરી ખાતે પાઠવ્યું આવેદન પત્ર

New Update
નર્મદા : રોડ ટેક્સ માફી અંગે ટ્રાવેલ્સ એજન્સીએ કલેક્ટર કચેરી ખાતે પાઠવ્યું આવેદન પત્ર

કોરોના મહામારીને કારણે રાજ્ય ભરમાં લોકડાઉનમાં તમામ ધંધા રોજગારો બંધ થઇ ગયા હતા, જેમાં જે ટ્રાવેલ્સ એજન્સી વાળા પણ પોતાના વાહનોને ઘરે રાખવાનો વાળો આવતા રાજ્ય સરકાર દ્વારા 1 એપ્રિલ થી 31 સપ્ટેમ્બર સુધી ટ્રાવેલ્સ ટેક્ક્ષ માફી આપવામાં આવી હતી. પરંતુ હાલ અનલોકમાં સરકાર દ્વારા ફરી ટ્રાવેલ્સ એજન્સી વાળાને ફરી રોડ ટેક્સ ભરવાનો હુકમ કરતા ટ્રાવેલ્સ એજન્સી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

publive-image

વિરોધ કર્તાઓનું કહેવું છેકે હાલ અનલોકમાં પણ પ્રવાશન સ્થળો બંધ છે જેને લઈ કોઈ પણ પ્રકારનો પ્રવાસ પ્રવસીઓ માટે ન થતા બસ અને લકઝરી બસો પણ વપરાશ વિના પડી રહી છે માટે તેનો કોઈ ટેક્સ પોસાઈ તેમ નહીં માટે રાજપીપલા ટ્રાવેલ્સ એજન્સીએ રોડ ટેક્સમાં માફી આપવામાં આવે એ બાબતનું એક આવેદન નર્મદા જિલ્લા કાલકેટરને આપવામાં આવ્યું હતું. જેમાં રાજપીપલા ટ્રાવેલ્સ એજન્સી પ્રમુખ દુષ્યનસિંહ રાઉલજી અને સંતોષ ટ્રાવેલ્સના માલિક જીગ્નેશ કાછીયાએ સરકાર પાસે હાલ જ્યાં સુધી પ્રવાસન ધામો ન ખુલે ત્યાં સુધી રોડ ટેક્સ પર માફી આપવાની વિનંતી કરી હતી.

Latest Stories