Connect Gujarat
નવરાત્રી રેસીપી

નવરાત્રીનાં ઉપવાસ દરમિયાન બનાવો સૌથી સરળ અને ઝડપતિથી બની જાય તેવી વાનગી, વાંચો

નવરાત્રીનાં ઉપવાસ દરમિયાન બનાવો સૌથી સરળ અને ઝડપતિથી બની જાય તેવી વાનગી, વાંચો
X

આ વર્ષે શારદીય નવરાત્રી તા. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને તા. 4 ઓક્ટોમ્બર સુધી રહેશે,જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહયા હતા જે દિવસ આવી ગયો છે એટલે કે 26 તારીખથી ભક્તો માતાજીના આગમનની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે માતાજીની આરાધના અને ઉપાસના સાથે નવદિવસ વ્રત અને તપ કરે છે.

તો જાણીએ કે ઉપવાસ દરમિયાન કઈ મીઠી વસ્તુ ખાવી જોઈએ તો ચાલો જાણીએ આ 2 અલગ અલગ પ્રકારની મીઠાઈઓની રેસીપી,જે જડપથી અને સરળતાથી બનાવી શકાય છે.

1. કોકોનેટ બરફી :-

કોકોનેટ બરફી બનાવવા માટેની સામગ્રી:-

1 કપ નાળિયેર ,1/2 સ્પૂન ખાંડ , ½ દૂધ ,ઇલાઇચી,બદામ,પિસ્તા


કોકોનેટ બરફી બનાવવાની રીત :-

સૌ પ્રથમ નાળિયેરનો ઉપરનો ભાગ એટલે કે બ્રાઉન પાર્ટ કાઢી અને તેના નાના ટુકડા કરી અને મિક્સરમાં પીસી લેવા અને પિસાઈ ગયા પછી એક પેનમાં 2 ચમચી ઘી નાની અને તેણે ગરમ થવા દેવું અને ગેસની જારને મીડિયમ રાખવું. ત્યાર બાદ નાળિયેરના છીણને 1 થી 2 મિનિટ માટે પકાવવું ત્યારબાદ તેમ અડધી વાટકી ખાંડ અને અડધી વાટકી દૂધ ઉમેરી અને તેણે સારી રીતે મિક્સ કરી અને દૂધ સરખી રીતે ભળીનાં જાય ત્યાં સુધી તેણે મિક્સ કરવું અને ત્યાર પછી તેમાં ઇલાયચીનાં દાણા મિક્સ કરી તેને ગેસ પરથી ઉતારી લઈ એક કાચના વાસણમાં ઘી લગાવી એ મિશ્રણને તેમ પાથરી દેવું ત્યાર બાદ તેમ ગારનિસિગ કરી અને 1 કલાક માટે રાખી દેવું જેથી તે થોદૂ થીક જાય. આ રીતે બનાવો કોકોનેટ બરફી જે સ્વાદમાં એકદમ સરસ લાગસે.


2. મીક્ષ ફ્રૂટ ક્રીમ :- મીક્ષ ફ્રૂટ ક્રીમ બનાવવા માટેની સામગ્રી :-

½ કપ દૂધ ,કેસર ,2 વાટકી તાજું ક્રીમ, બદામ, કાજુ,પિસ્તાનાં ટુકડા, ફળો નાં ટુકડા


મીક્ષ ફ્રૂટ ક્રીમ બનાવવા માટેની રીત :-

મીક્ષ ફ્રૂટ ક્રીમ બનાવવા માટે અડધો કપ દૂધને તેમ કેસરના તાંતણા ઉમેરી સાઈડમાં રાખી દેવું, ત્યારબાદ1 બાઉલમાં 2 વાટકી ક્રીમ રાખી તેમાં 2 ચમચી પીસેલી ખાંડ ઉમેરી અને મિક્સ કરી સ્મૂધ કરી દેવું, ત્યાર બાદ તેમાં ફ્રૂટનાં ટુકડા ઉમેરવા જેમ કે દ્રાક્ષ,એપલ,દાડ,કેળાં. ત્યાર બાદ અલગ રાખેલું કેસરવાળું દૂધ મિક્સ કરી તેમાં કાપેલા ડ્રાઇફ્રૂટસ ઉમેરી મિક્સ કર્યા બાદ તેણે ફ્રિજમાં 2 થી 3 કલાક માટે મૂકી દેવું ત્યાર બાદ નેમ ગારસિંગ કરી ખાઈ સકો છો.



Next Story