Connect Gujarat
Featured

કરછ: કુખ્યાત નિખિલ દોંગાને ભગાડવામાં ભાજપના નેતાએ કરી મદદ, જુઓ કયા નેતાની થઈ ધરપકડ

કરછ: કુખ્યાત નિખિલ દોંગાને ભગાડવામાં ભાજપના નેતાએ કરી મદદ, જુઓ કયા નેતાની થઈ ધરપકડ
X

ગુજસીટોકના આરોપી નિખીલ દોંગા જનરલ હોસ્પિટલમાંથી ફરાર થવાના કેસમાં ભુજ પોલીસે જેતપુર ભાજપના મહામંત્રીની ધરપકડ કરી છે. ભાજપના નેતાએ પણ નિખિલને ભગાડી જવામાં મદદગારી કરી હોવાનું બહાર આવ્યું છે.

ભુજની જનરલ હોસ્પિટલમાંથી નિખીલ દોંગાના ફરાર થવા મામલે મદદગારી કરનાર તમામ સુધી પહોંચવાના પોલિસ પ્રયત્નો કરી રહી છે.8 એપ્રીલે આ સંદર્ભે પુછપરછ માટે જેતપુર ભાજપના મહામંત્રી વિપુલ સંચાણીયાને લવાયા બાદ તેની સંડોવણી ખુલતા પશ્ચિમ કચ્છ પોલિસે તેની ધરપકડ કરી છે. નિખીંલ દોંગાને મદદ કરનાર તેના સાગરીતોને જેલમાં મળવા માટે તે મદદગારી કરતા હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. અત્યાર સુધી આ મામલે 13 લોકોની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે આજે નિખીલના રીમાન્ડ પુર્ણ થઇ રહ્યા છે. ત્યારે તેની મદદગારી કરનાર વધુ એક વ્યક્તિની પોલિસે ધરપકડ કરી છે.

કોર્ટમાં રજુ કરી પોલિસે તેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. વિપુલ જેતપુર ભાજપમાં મહામંત્રીનો હોદ્દો ધરાવે છે. જો કે તેણે હજી પણ કેવા પ્રકારની મદદ કરી તે અંગે તપાસ શરૂ કરાઇ છે . નિખીલ દોંગા સાથે સૌરાષ્ટ્રના અનેક મોટા નેતાના ધરોબા હોવાનુ અનેકવાર ચર્ચાયુ છે. જો કે હવે ભાજપના મહામંત્રીની મદદગારીમાં સંડોવણી ખુલતા નજીકના સમયમાં અન્ય મોટામાથાના નામ ખુલે તેવી પુરી શક્યતા છે.

Next Story