પંચમહાલ : ગોધરામાંથી 3.91 લાખ રૂપિયાની જુની ચલણી નોટો સાથે 3 આરોપી ઝબ્બે

New Update
પંચમહાલ : ગોધરામાંથી 3.91 લાખ રૂપિયાની જુની ચલણી નોટો સાથે 3 આરોપી ઝબ્બે

કોરોના અને તાઉ-તે વાવાઝોડા બાદ હવે જુની ચલણી નોટોના બદલામાં નવી ચલણી નોટો આપતી ટોળકી સક્રિય બની છે. આ ઉપરાંત બંધ કરાયેલી ચલણી નોટો થકી તાંત્રિક વિધિ કરી રૂપિયા બનાવવાનું તુત કેટલાક કથિત દલાલો મારફતે ચાલી રહ્યું છે. ત્યારે ગોધરા પોલીસે જુની ચલણી નોટો સાથે ત્રણ આરોપીને ઝડપી પાડયાં છે.

પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ પોલીસે જુની ચલણી નોટો સાથે ત્રણ આરોપીને ઝડપી પાડયાં છે. બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ એચ.એન.પટેલને બાતમી મળી હતી કે એક સફેદ અલ્ટો ગાડીમાં ત્રણ ઈસમો જુની ચલણી નોટો સાથે ગોધરામાં ફરી રહયાં છે. જેના સંદર્ભમાં પીએસઆઇ એન.આર.રાઠોડ તથા તેમની ટીમે વોચ ગોઠવી હતી.

બાતમી મુજબની કાર આવતાં તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. કારમાં સવાર ત્રણ ઇસમો પાસેથી 500 રૂપિયાના દરની ચલણી નોટો મળી આવી હતી. પોલીસે ૫૦૦ ના દરની ચલણી નોટો જેની કિમંત રૂપિયા 3.91 લાખ રૂપિયા, કાર તથા મોબાઇલ ફોન મળી કબજે લીધાં છે. આ ગુનામાં શૈલેષ પટેલ, ઇસરાર નુરમહંમદ પઠાણ અને ફીદાઅલી કરીમવાલાની અટકાયત કરાય છે. આરોપીઓ પાસે જુની ચલણી નોટો કયાંથી લાવ્યાં અને કોને આપવાના હતાં તે બાબતની તપાસ પોલીસે હાથ ધરી છે.

Latest Stories