/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/03145806/0ec06304-09d4-40a9-9f0f-243c1ac57a48.jpg)
પંચમહાલ જિલ્લાના હાલોલ-પાવાગઢ રોડ ઉપર ખુદપીર દરગાહ પાસેથી પસાર થતી નર્મદાની પાણી પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયુ છે. આ ભંગાણ સર્જાવવાને કારણે લાખો લીટર પાણી રોડ ઉપર ઠલવાઈ રહ્યું છે. છતાં પણ જિલ્લા પાણી પુરવઠા વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
પંચમહાલ જીલ્લાના અનેક ગામોમાં ઉનાળાની સીઝનને લઈ પીવાના પાણીના સ્રોતો સુકાઈ જતાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. તેમજ આ લોકોના પાણી અંગેની સમસ્યા તંત્ર હલ કરી શકતું નથી, જયારે બીજી તરફ હાલોલ-પાવાગઢ રોડ ઉપર આવેલ ખુદપીર દરગાહ પાસેથી પસાર થતી નર્મદાની પાણીની પાઈપ લાઈનમાં છેલ્લા કેટલાક દિવસથી ભંગાણ સર્જાયું છે. જેને લઈ લાખો લીટર પાણીનો બગાડ થતો જોવા મળી રહ્યો છે.
હાલોલ-પાવાગઢ રોડ પર આવેલ નર્મદાની પાઈપલાઈનમાંથી પાણી રોડ ઉપર ઠલવાઈ રહ્યું છે. છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા છે, ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા નર્મદાની પાઈપ લાઈનમાં પડેલ ભંગાણની મરામત કરીને પાણીના બગાડ થતો બચાવે તે અત્યંત જરૂરી બન્યું છે. અવાર-નવાર નર્મદાની પાઈપ લાઈનમાં આવા ભંગાણ સર્જાતા જોવા મળે છે, ત્યારે તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોક માંગ કરાઈ રહી છે.