પંચમહાલ : ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

પંચમહાલ : ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી
New Update

પ્રભારી અને ગૃહરાજયમંત્રીશ્રી મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે કોરોનાની સ્થિતિ તથા તેની કામગીરી અંગે પંચમહાલ જિલ્લાની કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. 

મંત્રીએ જિલ્લાના સાંસદ, ધારાસભ્યઓ, જિલ્લા પંચાયત સદસ્યઓ, નગરપાલિકાના પ્રમુખઓ અને પદાધિકારીઓ તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓને અને જિલ્લાના અગ્રણી નાગરિકો, સેવાભાવી સંસ્થાઓના વડાઓ સાથે કોવિડ-૧૯ની કામગીરી અંગે બેઠક યોજી હતી અને ગ્રામ્ય કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ ઓકિસજન, રેમડેસિવિર ઇન્જેકશન, એમ્બ્યુલન્સ, સાફ સફાઇ, સિવિલ તથા સી.એચ.સી., પી.એચ.સી.ના સ્ટાફ, દવાઓ તથા બેડની સગવડ, ઓકિસજન કોવિડ- ૧૯ના નિયમોનું પાલન અને આ સુવિધાઓમાં વધારો કરવા માટે શુ શુ કરવું જોઇએ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લામાં કોવિડ-૧૯ના દર્દીઓની હાલતની સ્થિતિ, મરણ પામેલા દર્દીઓની ડેડ બોડીની નિકાલની વ્યવસ્થા, જિલ્લામાં સ્મશાન/કબ્રસ્તાનની પરિસ્થિતિની ચર્ચા, આરોગ્ય કેન્દ્રોમાં વેલટ્રેઈન્ડ સ્ટાફ અને ગ્રામ કક્ષામાં રસીકરણ સંપુર્ણ થાય તેની ઉપર ભાર મુકયો હતો.

મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજયમાં સંક્રમણ ઘટે અને સંક્રમિત થયેલાઓને સારવાર ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે ગત તા.૧૫મી માર્ચના રોજ રાજયમાં ૩૧,૦૦૦ જેટલા બેડની ઉપલબ્ધતા હતી તે વધારીને આજે એક લાખથી વધુ અદ્યતન તબીબી સુવિધા સાથેની બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વધુમાં તેમણે ઉમેયું હતું કે, આજે ૧૧૫૦ મેટ્રીક ટન જેટલો ઓકિસજન રાજયની જનતા માટે ઉપલબ્ધ છે અને અંદાજે આજે અંદાજે સાત લાખથી વધુ લોકોને રેમડેસિવિર ઇન્જેકશન વિના મૂલ્યે આપી દર્દીઓને સારવાર કરવામાં સફળ રહયા છીએ.

મંત્રીએ આયુર્વેદીક દવાઓ અને હોમિયોપેથિક દવાઓ ઉપર પણ ભાર મુકી ઘેર ઘેર આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવા જણાવ્યુ હતું. ગ્રામ્યકક્ષાએ મારૂ ગામ કોરોના મુકત ગામ પર ભાર મુકીને દરેક નાગરિકના આરોગ્યની તપાસણી ઉપર ભાર, જરૂરીયાતવાળા નાગરિકોને અલગ તારવીને તેમને રહેવા જમવાની સુવિધા તથા દવાઓની વ્યવસ્થા કરવા જણાવાયુ હતું.       

જિલ્લાના દરેક દવાખાનાઓમાં બેડની પરિસ્થિતિની જાણકારી માટે  કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબરની જાણકારી દરેકને મળી રહે તે જોવાનું જણાવ્યુ હતું. સિવિલ હોસ્પિટલમાં તથા અન્ય સ્થળે સીટી સ્કેન મશીનો, રેડિયોલોજીસ્ટ, પ્રાઇવેટ દવાખાનામાં ટ્રીટમેન્ટ અને દવાઓના ભાવોનું નિયંત્રણ કરવા જણાવ્યું હતું.દવાઓના કાળા બજારની તપાસ અને દર્દીઓ ડુપ્લીકેટ દવાઓના કારણે પરેશાન ના થાય તે જોવા કલેકટરશ્રીને અનુરોધ કર્યો હતો.

મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે વેકસીન જેટલુ વધશે તેટલુ જ સંક્રમણ ઘટશે અને મનુષ્યનું જીવન અમૂલ્ય છે. આવશ્યકતા મુજબની બધી જ જરૂરિયાતોનું આયોજન રાજય સરકાર કરી રહી છે. કોઇ પણ જાતનો ડર રાખ્યા વગર કોરોનાને હરાવવાનો છે પરંતુ કોવિડ-૧૯ના નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવાનું છે.

પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, મારૂ ગામ કોરોના મુકત ગામ અન્વયે ઘેર ઘેર આરોગ્યની તપાસ કરી ગામમાંથી કોરોનાને નાબુદ કરવા સરકારની સાથે ગ્રામજનોનો સાથ સહકાર પણ જરૂરી છે. તેઓશ્રીએ જણાવ્યું છે કે જિલ્લાના આર.ટી.પી.સી.પી. ટેસ્ટની લેબ ચાલુ થઇ ગઇ છે. તેની ક્ષમતા પણ ધીમે ધીમે વધારવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત અરોરાએ જિલ્લામાં કોવિડની પરિસ્થિતિનુ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કર્યુ હતું. મંત્રીએ નર્સીંગ સ્કુલ તથા ગોવિંદ ગામ ખાતે ઉભા કરાયેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇ દર્દીઓ સાથે વાત કરી તેઓને સાંત્વના પાઠવી હતી.

આ બેઠકમાં સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સર્વ સી.કે.રાઉલજી, શ્રીમતી નિમિષાબેન સુથાર, સુમનબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કામિનીબેન સોલંકી, રાજેશભાઇ પટેલ, અગ્રણીશ્રીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા સિવિલ સર્જનસહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Panchmahal #Kovid Hospital #Home Minister Pradipsinh Jadeja
Here are a few more articles:
Read the Next Article