• હાલોલ ન.પા.દ્વારા ડિમોલિશન કાર્યવાહી

  • શાકમાર્કેટમાં કરવામાં આવી કાર્યવાહી

  • કેબીનોનાં દબાણો દૂર કરવામાં આવ્યા

  • જેસીબી અને ટ્રેક્ટરની મદદથી દબાણ દૂર કરાયા

  • તંત્રની કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ

પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં નગરપાલિકા દ્વારા શાક માર્કેટ વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નગરપાલિકાની ટીમે જેસીબી અને ટ્રેક્ટરની મદદથી રસ્તા પરના કેબીનો દૂર કર્યા હતા.

પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.આ કાર્યવાહી નવીન રોડ નિર્માણ અને ડ્રેનેજ લાઈનની સફાઈમાં અડચણરૂપ બનતા કેબીનોને કારણે કરવામાં આવી હતી. કંજરી રોડ તરફથી શાક માર્કેટમાં જતા મુખ્ય માર્ગ પર બંને બાજુના કેબીનોને નડતરરૂપ ગણાવી હટાવવામાં આવ્યા હતા. આ કેબીનોને લીધે માર્ગ સંકુચિત બનતો હતો અને ડ્રેનેજ સફાઈમાં મુશ્કેલી પડતી હતી. નગરપાલિકાએ અગાઉથી કેબીન માલિકોને નોટિસ પાઠવી કેબીનો ખાલી કરવા સૂચના આપી હતી. જોકેનિર્ધારિત સમયમર્યાદામાં કેબીનો ખાલી ન થતા તંત્ર દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.