અંકલેશ્વરના સંજાલી ગામના મસ્જિદ કોલોનીમાંથી ચોરી થયેલ બાઈક સાથે વાહન ચોરનો પાનોલી પોલીસે કબ્જો મેળવી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના સંજાલી ગામના મસ્જિદ કોલોનીમાં રહેતા મનીશકુમાર દિનેશ સુરતીએ ગત તારીખ-4થી એપ્રિલના રોજ પોતાની બાઈક નંબર-જી.જે.16.સી.એ.2260 પોતાના ઘર પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 40 હજારની કિંમતની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન સુરત એલસીબીએ કોસંબાના ચીસ્તી નગરમાં રહેતો ઇમરાનખાન દિલાવરખાનને ઝડપી પાડીયો હતો જેનો પાનોલી પોલીસે કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.