ભરૂચમાં પ્રશાંત કોરાટે આપ્યું નિવેદન
દિલ્હીના આંદોલન અંગે નિવેદન
વિપક્ષ પર સાધ્યું નિશાન
વિપક્ષ અરાજકતા ફેલાવવાનું કામ કરતી હોવાના આક્ષેપ
રાજકીય ક્ષેત્રે ગરમાવો
દિલ્હીમાં ચાલી રહેલા CJPના આંદોલનને લઈને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.
દિલ્હીમાં ચાલી રહેલા CJPના આંદોલનને લઈને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશમાં અરાજકતા ફેલાવવા માટે આ પ્રકારનાં આંદોલનો કરવામાં આવી રહ્યાં છે. સાથે જ તેમણે વિપક્ષ પર ભાજપની વધતી લોકપ્રિયતાને કારણે દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ પણ કર્યો હતો.
પ્રશાંત કોરાટે વધુમાં જણાવ્યું હતું કે ગત રોજ જાહેર થયેલાં પેટાચૂંટણીનાં પરિણામો પરથી દેશની જનતા ભાજપની સાથે હોવાનો સંકેત સ્પષ્ટ થયો છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપની વધતી લોકપ્રિયતાને કારણે વિપક્ષ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં હાજરી આપવા પહોંચેલા પ્રશાંત કોરાટે આ નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદનને પગલે રાજકીય ગરમાવો વધ્યો છે
