પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે. આ દરમિયાન સવારે તેમણે રોડ શો કર્યો હતો. બપોર બાદ સરપંચ સંમેલનને સંબોધન કર્યું હતું. હાલમાં પ્રધાનમંત્રી મોદી તેમના માતા હિરાબાને મળવા માટે તેમના નિવાસ સ્થાન રાયસણ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ માતા હિરાબા સાથે ભોજન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ માતા હિરાબાના આર્શીવાદ મેળવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટથી રોડ શો કર્યા બાદ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપી હતી.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી તેમના ભાઇ પંકજ મોદીના ઘરે ગાંધીનગર ખાતે રહેતા હીરા બાને મળવા માટે પહોંચ્યા હતા. રાતનું ભોજન પણ માતા સાથે જ લીધું હતું. આ ઉપરાંત તેમણે માતાના આશિર્વાદ પણ પ્રાપ્ત થયા હતા. કોરોના કાળમાં તેઓએ માતાને મળી શક્યા નહોતા. જેના કારણે આજે લાંબા સમય બાદ માતા સાથે મુલાકાત કરી હતી. તેમના આશિર્વાદ પણ લીધા હતા. પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતમાં આવે ત્યારે તેઓ માતા હિરાબાની મુલાકાત લેતા હોય છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170