પઠાણ ફિલ્મનો વિરોધ કરવા જતાં કચ્છના જાણીતા દેવનાથ બાપુને માથું ધડથી અલગ કરવાની ધમકી મળી છે. દેવનાથ બાપુને ટ્વીટરના માધ્યમથી આ ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ દેવનાથ બાપુ હવે ફરિયાદ નોંધાવશે. ઉલ્લેખનીય છે કે, યોગી દેવનાથ બાપુ કચ્છના રાપરના એકલ ધામના મહંત છે. તેઓ હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રભારી રહી ચૂક્યા છે…
તેઓ અખિલ ભારતીય સાધુ સમાજના સભ્ય છે. આ ઉપરાંત તેઓ કચ્છ સંત સમાજના અધ્યક્ષ છે. તેઓ ટ્વીટર પર ખૂબ જ સક્રિય રહે છે. યોગી દેવનાથ યુપીના સીએમ યોગી આદિત્યનાથના નજીકના માનવામાં આવે છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા છે. તેઓ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ભરૂડીયા ગામમાં એકલધામ આશ્રમના મહંત છે. તેમણે 12 વર્ષની ઉંમરે જ સન્યાસ લઈ લીધો હતો. યોગી દેવનાથ બાપુને ધમકી મળતા રાજ્યભરના સંતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે…
