પંજાબ કિંગ્સે IPL 2026માં સતત સાતમી જીત નોંધાવી છે. ટીમે રવિવારે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 2 વિકેટે 264 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 265 રનનો લક્ષ્યાંક 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ IPL ઇતિહાસનો સૌથી મોટો સફળ રન ચેઝ છે. 

દિલ્હી તરફથી કે.એલ. રાહુલે અણનમ સદી ફટકારી હતી. તેણે 152 રન બનાવ્યા, જે IPLમાં કોઈ ભારતીય ખેલાડી દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર છે. આ પહેલાનો રેકોર્ડ અભિષેક શર્મા (141 રન) ના નામે હતો, જે તેણે ગત સિઝનમાં પંજાબ સામે બનાવ્યો હતો. નીતિશ રાણાએ પણ શાનદાર 91 રનનું યોગદાન આપ્યું હતું. આ બંને ખેલાડીઓ વચ્ચે બીજી વિકેટ માટે 220 રનની પાર્ટનરશીપ થઈ હતી. પંજાબ કિંગ્સના ઓપનર પ્રભસિમરન સિંહે દિલ્હી કેપિટલ્સ સામે ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન, તેણે એક ઓવરમાં છ ચોગ્ગા પણ ફટકાર્યા..