/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/08134408/maxresdefault-97.jpg)
રાજકોટ જિલ્લાના ધોરાજી સબજેલમાંથી સંયુક્ત ઝડતી દરમ્યાન જેલમાંથી મોબાઇલ મારફતે ચાલતા નેટવર્કનો પર્દાફાશ થયો છે. જેમાં મોબાઈલ સહિત અન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતા જેલ પ્રસાશનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ધોરાજી સબજેલમાંથી મોબાઇલ મારફતે બહારની વ્યક્તિઓ સાથે વાતચીત કરી જેલમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે મોબાઈલ રાખી તથા અન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતા ગ્રામ્ય પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. ધોરાજી સબજેલમાં આરોપીઓ વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી બગડા બેરેક નંબર 1 તથા નવનીત પ્ર ચલ્લા બેરેક નંબર 4 તેમજ સલીમ ઉમર સાંધ ઉર્ફે અલી શરીફ સાંધ બેરેક નંબર 7 પાસેથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે મુદ્દામાલમાં આરોપીઓ પાસેથી ટચ સ્ક્રીનવાળો એક મોબાઈલ ફોન, એક સાદો મોબાઈલ, પાણી ભરવાના જગમાં છુપાવેલ બે પિનવાળું સોકેટ સાથે વાયરનું ગૂંચળું, એક મોબાઈલ ચાર્જર તથા એક પ્લગનું એડેપ્ટર મળી આવ્યું હતું. તો સાથે જ જુદી જુદી બેરેકોમાંથી તમ્બાકુની પડીકીઓ, બીડીની જુડીઓ તથા માચીસ, પાન-માવાના પાર્સલ મળી કુલ 6860 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા તમામ સામાન પોલીસે જપ્ત કરી આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.