/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/10151818/maxresdefault-114.jpg)
સરકારે ખેડૂતોને પાક વીમો આપવાની જાહેરાત તો કરી છે
પણ ખેડૂતોને વીમાની રકમ ચુકવાતી નહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. પાક વીમાની રકમ
નહિ મળવાના કારણે રાજકોટ જિલ્લાના મૌવૈયા ગામના ખેડૂતે તેના 15 વિંઘાના ખેતરમાં વાવેતર
કરેલો મગફળીનો પાક સળગાવી વિરોધ વ્યકત કર્યો છે.
આ વર્ષે કમોસમી વરસાદ પડવાના કારણે રાજકોટ સહિત
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. રાજકોટ
જિલ્લાના ૨૨ હજારથી પણ વધુ ખેડૂતોએ પોતાને થયેલ નુકશાની અંગે તંત્રને અરજી પણ કરી
છે ત્યારે પડધરી તાલુકાના મોવૈયા ગામમાં ખેડૂતો એ પોતાનો મગફળીનો પાક સળગાવ્યો છે. મોવૈયા ગામના કાળુભાઈ
રેશમિયા નામના ખેડૂતે પોતાના 15 વીઘા જમીનમાં પથરાયેલ મગફળીનો પાક સળગાવવાની ઘટના સામે આવી છે ખેડૂતોનું
કહેવું છે ગત વર્ષે પણ તેમને પાક વિમો મળ્યો નથી ત્યારે આ વર્ષે કમોસમી વરસાદને
કારણે તેમને મગફળીના પાક ની અંદર ફુગ બેસી જતા તે નકામી સાબિત થઈ છે.