રાજકોટના મેટોડા  જીઆઇડીસીમાં આવેલી ગોપાલ નમકીનમાં ભીષણ આગ લાગી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ચારેતરફ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગની ઘટનાને પગલે રાજકોટશાપર અને કાલાવડ સહિતની 15થી વધુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે  અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

જાણવા મળતી માહિતી અનુસાર બપોરે 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ ભયંકર હોવાથી લાખોનો માલ બળીને ખાખ થઇ ગયો છેજોકે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ગોપાલ નમકીનની ફેક્ટરની વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

તમામ કર્મચારીઓને બહાર કઢાયાનો દાવો કરવામાં આવ્યો હતો. ચાર કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોળા જોવા મળ્યા હતા. રાજકોટ પોલીસ અને એમ્બુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.આજુબાજુની કંપનીઓ ખાલી કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.