ભરૂચ : રાજપીપળાનો મુકબધિર ભરૂચ સુધી આપવા આવે છે પરીક્ષા, જુઓ શું છે કારણ

New Update
ભરૂચ : રાજપીપળાનો મુકબધિર ભરૂચ સુધી આપવા આવે છે પરીક્ષા, જુઓ શું છે કારણ

પરીક્ષાનું નામ આવતાની સાથે કેટલાક વિદ્યાર્થીઓને પરસેવા છુટી છતાં હોય છે અને પરિણામ બાદ કેટલાય આપઘાતનો માર્ગ અપનાવી લેતાં હોય છે. પણ અમે તમને મળાવા માટે જઇ રહયાં છે કેવડીયાના ઉપેન્દ્ર કટારીયાને કે જે મુકબધિર હોવા છતાં હિમંત હાર્યા વિના બોર્ડની પુરક પરીક્ષા આપી રહયો છે……

કેવડીયામાં રહેતાં નવીનચંદ્ર કટારીયા અને તેમના પત્ની જશુબેનની કુખે મુકબધિર પુત્ર ઉપેનદ્રનો જન્મ થયો હતો. તેણે ધોરણ 10 સુધી નવસારીની મુકબધિર શાળામાં અભ્યાસ કર્યો હતો અને દરમિયાન તેની સાથેે અભ્યાસ કરતી ડીમ્પલ સાથે પ્રભુતામાં પગલાં માંડયાં હતાં. આર્થિક રીતે પગભર બનવા માટે ઉપેન્દ્રએ કોમ્પ્યુટરનો કોર્સ કર્યો અને તેને એક સંસ્થામાં નોકરી પણ મળી પણ થોડા સમયમાં છુટો કરી દેવામાં આવ્યો હતો.

બીજી તરફ તેના પિતા નવીનચંદ્રને પુત્રની ચિંતા સતાવી રહી હતી તેઓ તેમના પુત્રને સરકારી નોકરી મળી રહે તે માટે સરકારી કચેરીઓના ઓટલાઓ ઘસી રહયાં છે. કાગળ અને પેનથી લખાયેલી અનેક અરજીઓ સરકારી બાબુઓની કચરાપેટીઓમાં પડી રહી છે અને આ સામાન્ય અરજીઓ નથી પણ એક મુક બધિર યુવાનનું ભવિષ્ય સરકારી સીસ્ટમ સામે હારી ગયું હોય તેમ લાગી રહયું છે. સરકારી નોકરી મેળવવાની આશ સાથે ઉપેનદ્ર બોર્ડની પુરક પરીક્ષા આપી રહયો છે. રાજપીપળાથી તે તેના પિતા સાથે રોજ ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં પરીક્ષા આપવા માટે આવે છે. આવો સાંભળીએ તેના પિતા નવીનચંદ્ર કટારીયા શું કહી રહયાં છે.

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના ચેરમેન એમ.એસ.જોલી, ટ્રસ્ટી કરણસિંહ જોલી અને યોગેશ પારીક સહિતનો સ્ટાફ પણ શાળામાં પરીક્ષા આપી રહેલાં મુકબધિર બાળકોની વિશેષ કાળજી રાખી રહયાં છે. તેમને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું વ્યકતિગત ધ્યાન રાખી રહયાં છે. જય અંબે ઇન્ટરનેશનલ શાળામાં ભરૂચ, અંકલેશ્વર ઉપરાંત અન્ય શહેરોના 10થી વધારે મુકબધિર બાળકો પુરક પરીક્ષા આપી રહયાં છે. આ તમામ વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા પાસ કરી ઉજજવળ ભવિષ્ય મેળવે તેવી કનેકટ ગુજરાત પરિવાર શુભેચ્છા પાઠવે છે. સાંપ્રત સમયમાં બાળકોના મગજમાં પરીક્ષાનો હાઉ હોય છે ત્યારે મુકબધિર બાળકો અન્ય બાળકોને પ્રેરણા આપી રહયાં છે. આવો સાંભળીએ મુકબધિર બાળકોને શિક્ષણ આપતા શિક્ષિકા શું જણાવી રહયાં છે.

રાજય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે મુકબધિર બાળકોને આર્થિક સહાય માટે સ્ટાઇપેન્ડ કે અન્ય સહાય આપે તો તે સાચા અર્થમાં લાભદાયી સાબિત થશે. નહિતર મુકબધિરો કોઇ પ્રવાસન સ્થળે કે મંદિરોની આસપાસ પોતાની લાચારી બતાવી ભીખ માંગતા જ નજરે પડશે તેમાં કોઇ બે મત નથી.

Latest Stories