કહેવાય છે ને કે હેલ્ધી અને સારો બ્રેકફાસ્ટ તમારા દિવસની સારી શરૂઆત કરે છે. જો તમે પણ સવારમાં સારો અને હેલ્ધી નાસ્તો કરો છો તો આખો દિવસ એનર્જીથી ભરેલા રહેશો. બ્રેકફાસ્ટમાં તમે અવનવી વાનગીઓ તો ટ્રાઈ કરતાં જ હશો પરંતુ આજે અમે તમારા માટે કઈક નવું લઈને આવ્યા છીએ. જેને એક વાર ખાશો તો ખાતા જ રહી જશો. આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદથી ભરપૂર મીની રવા ઉત્તપમ. આ ઉત્તપમ બનાવવા માટે ના તમારે કોઈ ખીરની ઝંઝટ કે ના તો ખીરું બનાવવાની ઝંઝટ. તમે ઘરે જ અડધો કલાકમાં આ વાનગી બનાવી શકશો, તો ચાલો નોંધી લો આ ઉત્તપમ બનાવવાની રીત.
મીની રવા ઉત્તપમ બનાવવાની સામગ્રી
· 1 કપ રવો
· 1 કપ દહીં
· 2 ટીસ્પૂન છીણેલું આદું
· 2 નંગ સમારેલી ડુંગળી
· 2 નંગ સમારેલું ટામેટું
· 2 નંગ લીલા મરચાં
· 1 નાની કોથમીરની પણી
· 2 ટીસ્પૂન તેલ
· સ્વાદ અનુસાર મીઠું
મીની રવાના ઉત્તપમ બનાવવાની રીત
· સૌ પ્રથમ રાવને એક પેનમાં શેકી લો. ત્યાર બાદ તેને ઠંડુ થવા દો અને ઠંડુ થાય પછી તેમાં દહીં ઉમેરો.
· ત્યાર બાદ આ મિશ્રણને બરાબર મિક્સ કરો અને જો જરૂર જણાઈ તો તેમાં થોડું પાણી એડ કરો. આ મિશ્રણને અડધો કલાક માટે ઢાંકીને મૂકી દો.
· ત્યાર બાદ આ સમયગાળા દરમિયાન ટામેટાં, ડુંગળી, મરચાં અને લીલા ધાણા કાપી લો.
· હવે એક નોનસ્ટિક પેન ગરમ કરો. પેન ગરમ થાય પછી તેમાં થોડું તેલ નાખીને તૈયાર કરેલા મિશ્રણને પાથરો. તમે તેને તમારી રીતે આકાર આપી શકો છો ગોળ કે લંબચોરસ.
· ત્યાર બાદ આ ઉત્તપમ બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
· આમ એક પછી એક બધા જ ઉત્તપમ બનાવી લો. હવે તેને નીચે ઉતારી પ્લેટમાં લઈને ગરમા ગરમ સર્વ કરો.
· તમે આ ઉત્તપમને નારિયેળની ચટણી, લીલી ચટણી અને સોસ સાથે ખાઈ શકો છો. તમે ઈચ્છો તો આને સંભારની સાથે પણ ખાઈ શકાય છે.