/connect-gujarat/media/post_banners/85270b3668257f727f14087cbdee79909d7d562a9d8f22c3248e1df46868fc9c.webp)
ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે ત્યારે તમે ઉપવાસ દરમિયાન આ મોમોઝ પણ ખાઈ શકો છો. ફરક માત્ર એટલો છે કે આ ઉપવાસના મોમોઝ મેંદાને બદલે સાબુદાણામાંથી બનાવવામાં આવે છે.
ઉપવાસ દરમિયાન, તમે શિંગોળાનો લોટ, સાબુદાણા અને રાજગરામાંથી વિવિધ વસ્તુઓ તૈયાર કરીને ખાશો, પરંતુ શું તમે ક્યારેય ઉપવાસ દરમિયાન મોમોઝ ખાધા છે. મોમોઝ ઘણા લોકોના મનપસંદ હોય છે. જે હવે તમે વ્રત દરમિયાન પણ ખાઈ શકશો. તો આવો જાણીએ ફરાળી મોમોઝ બનાવવાની રીત
મોમોઝ બનાવવાની સામગ્રી
2 ચમચી - મગફળી શેકેલી અને વાટેલી
2 - લીલા મરચા
1 ચમચી - જીરું
1/4 ઈંચ - આદુ બારીક સમારેલુ
1 ચમચી - ઘી
સ્વાદ માટે - રોક મીઠું
1/2 ચમચી-લીંબુ નો રસ
1 ટીસ્પૂન - કોથમીર (બારીક સમારેલી)
1 કપ- સાબુદાણા
1 - બાફેલું બટેટુ
મોમોઝ બનાવવાની રીત
સાબુદાણાના મોમોઝ બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણાને 3 થી 4 વાર ચોખા પાણીથી ધોઈ લો. ત્યાર પછી એક બાઉલમાં પાણી ભરી 2 થી 3 કલાક સુધી સાબુદાણાને પલાળવા મૂકી દો. જયારે સાબુદાણા બરાબર પલળી જાય અને ફૂલીને મોટા થઈ જાય ત્યારે ચારણીની મદદથી તેને ગાળી લઈ બીજા બાઈલમા લઈ લો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, મગફળી અને જીણા સમારેલા લીલા મરચાં નાખો. હવે આ મિશ્રણને મિકસરમાં નાખીને તેની પેસ્ટ બનાવી લો. પેસ્ટ એકદમ પાતળી ના થઈ જાય તેનું ધ્યાન રાખવું.
મોમોઝનું સ્ટફિંગ બનાવવાની રીત
સ્ટફિંગ તૈયાર કરવા માટે એક પેનમાં ઘી ગરમ કરો. જ્યારે તે ગરમ થઈ જાય, ત્યારે તેમાં જીરું નાંખો અને પછી આદુને છીણીને મિક્સ કરો. જ્યારે આ આદુ આછું સોનેરી થઈ જાય, ત્યારે બાફેલા બટાકાને સારી રીતે મેશ કરો અને મિક્સ કરો. મિશ્રણને સારી રીતે ફ્રાય કરો. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર અને લીંબુ નિચોવી ગેસ બંધ કરી દો. તમારું મોમોસનું સ્ટફિંગ તૈયાર છે.
હવે હાથ વડે સાબુદાણા પુરી બનાવી તેને કાળજીપૂર્વક મોદકના મોલ્ડમાં મૂકો। પછી ઉપર અડધી ચમચી બટાકાનું સ્ટફિંગ મૂકો. હવે મોલ્ડ બંધ કરો. તે ગોળાકાર આકારમાં આવી જશે.
હવે મોમોસનું વાસણ તૈયાર કરો. આ માટે બેઝમાં પાણી ભરો અને તેને ઉકળતા રાખો. ઉપરની પ્લેટમાં બધા મોમોઝ મૂકો. ધીમી આંચ પર 10-15 મિનિટમાં ચડવા દો. તો તૈયાર છે ફરાળી મોમોઝ.