ચોમાસાની સીઝનમાં કટલેટને આપો નવો ટ્વિસ્ટ, બનાવો પૌંઆની નવી ગરમાગરમ વાનગી…..

. નાસ્તામાં કટલેટનો સ્વાદ હેલ્ધ માટે લાભદાયી છે તો જાણો પૌવાની મદદથી ઝડપથી કટલેટ કેવી રીતે બનાવશો...

New Update
ચોમાસાની સીઝનમાં કટલેટને આપો નવો ટ્વિસ્ટ, બનાવો પૌંઆની નવી ગરમાગરમ વાનગી…..

કહેવાય છે ને કે સારો નાસ્તો મળી જાય તો તમારો દિવસ બની જાય છે. નાસ્તામાં બ્રેડ, રોટલી અને પૌવા ટ્રાઈ કરીને કંટાળી ગયા છો તો હવે કઈક નવું ટ્રાઈ કરવાની જરૂર છે. અનેક વાર એકના એક પૌવા ખાઈને તમે કંટાળી જાવ એ સ્વાભાવિક છે. ચોમાસામાં તમને ક્રિસ્પી અને હેલ્ધી ડીશ મળી જાય તો દિવસ બની જાય. નાસ્તામાં કટલેટનો સ્વાદ હેલ્ધ માટે લાભદાયી છે તો જાણો પૌવાની મદદથી ઝડપથી કટલેટ કેવી રીતે બનાવશો.....

· પૌઆ કટલેટ બનાવવાની સામગ્રી:-

1 કપ પૌઆ

1 કપ ચણાનો લોટ

1 બારીક સુધારેલી ડુંગળી

½ ચમચી લાલ મરચું પાવડર

½ ચમચી ચાટ મસાલો

½ ચમચી આદું મરચાની પેસ્ટ

મીઠું સ્વાદ અનુસાર

½ વાટકી કોથમીર

½ કપ ચોખાનો લોટ

શેકવા માટે તેલ

પૌઆ કટલેટ બનાવવાની રીત

· સૌ પ્રથમ પૌઆને સારા પાણીથી ધોઈ તેને પલાળી દો.

· પૌઆ સારી રીતે પલળી જાય પછી તેને એક વાસણમાં કાઢી લો. તેમાં બારીક સમારેલી ડુંગળી, આદું મરચાની પેસ્ટ, લાલ મરચું, ચાટ મસાલો, મીઠું અને કોથમીર મિક્સ કરો.

· બધી વસ્તુઓને હાથની મદદથી બરાબર મિક્સ કરો.

· હવે આ મિશ્રણને તમે તમને મનગમતો શેપ લાંબો, ગોળ આપી શકો. હવે તમામ કટલેટને ચોખાના લોટમાં રગદોળી દો.

· હવે એક પેન ગેસ પર મૂકો. તેમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં એક સાથે 4 થી 5 કટલેટ રાખો અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. હવે બધી ને આજ રીતે વારા ફરતી તળી લો. તો તૈયાર છે તમારી પૌઆ કટલેટ. તેને તમે ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો. તમે આ નાસ્તાની સવારે કે સાંજે મજા માણી શકો છો.

Latest Stories