/connect-gujarat/media/post_banners/d7108e8fe39976b9280a7c4474913509159af19102d848553d2c8d63b7537861.webp)
ઘણાં બધા લોક સ્મૂધી ઘરે બનાવીને પીતા હોય છે. પરંતુ સ્મૂધી ટેસ્ટમાં સારી ના બને તો પીવાની મજા આવતી નથી અને મુડ ખરાબ થઇ જાય છે. આમ, સ્મૂધીમાં પણ તમને અનેક પ્રકારની વેરાયટી આવે છે. તો આજે અમે તમને બનાના સ્ટ્રોબેરી સ્મૂધી વિશે જણાવીશું. તમે આ રીતે બનાના સ્ટ્રોબેરી સ્મૂધી બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને પીવાની પણ મજા આવશે. આ સ્મૂધી તમે રેગ્યુલર પીઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આ સ્મૂધી તમે દરરોજ પીઓ છો તો થાક નહીં લાગે અને આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો.
બનાના સ્ટ્રોબેરી સ્મૂધી બનાવવાની સામગ્રી:-
· 1 કપ કેળાં
· 1 કપ સ્ટ્રોબેરી
· 1 કપ ઓટ્સ
· જરૂર મુજબ ખાંડ
· અડધો કપ દૂધ
· અડધો કપ દહીં
· 1 કપ પાણી
· 3 થી 4 આઈસ ક્યુબ
બનાના સ્ટ્રોબેરી સ્મૂધી બનાવવાની રીત:-
· બનાના સ્ટ્રોબેરી સ્મૂધી બનાવવા માટે સૌ પ્રથમ કેળા, ઓટ્સ અને સ્ટ્રોબેરી લો.
· આ ત્રણેય વસ્તુઓને મિક્સર જારમાં લઇ લો.
· પછી આમાં દૂધ, દહીં, ખાંડ અને પાણી મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.
· આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.
· તો ટેસ્ટી સ્મૂધી બનીને તૈયાર છે. આ સ્મૂધીને ગ્લાસમાં લઇ લો.
· હવે ઉપરથી આઇસ ક્યૂબ્સ નાખો.
· તમે ઇચ્છો છો આ સ્મૂધીને ફ્રિજમાં મુકીને પણ ઠંડી કરી શકો છો.
· આ સ્મૂધી તમે એક વાર પીશો તો વારંવાર પીવાની ઇચ્છા થશે.
· સ્મૂધી તમે ઠંડી જેમ વધારે કરશો તો એમ પીવાની મજા આવશે.
· સ્મૂધી હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.
· આ સ્મૂધી તમે આ રીતે બનાવશો તો પીવાની બહુ મજા આવશે.
· આ સ્મૂધીમાં તમે વધારે કેળા એડ કરીને પણ બનાવી શકો છો.