ચણાની દાળના દાળવડા બનવો ઘરે અને માણો તેનો ક્રિસ્પી ટેસ્ટ..

ખૂબ જ ઝડપથી બની જતાં ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ચણાની દાળના દાળવડા આજે આપણે બનાવીશું.

New Update
ચણાની દાળના દાળવડા બનવો ઘરે અને માણો તેનો ક્રિસ્પી ટેસ્ટ..
Advertisment

ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આવા અલગ અલગ પ્રકારના દાળવડા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો ખૂબ જ ઝડપથી બની જતાં ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ચણાની દાળના દાળવડા આજે આપણે બનાવીશું.

Advertisment

દાળવડા બનાવવાની સામગ્રી:-

ચણા દાળ 1 કપ

ચોખાનો લોટ 2 ચમચી

જીણી સમારેલી 1 ડુંગળી

લીલા મરચાં 2 થી 3

1 ચમચી જીરું

Advertisment

1 નાનો ટુકડો તજ

મરી 4 થી 5

4 થી 5 કળી લસણ

1 ટુકડો આદું

¼ કપ લીલા સમારેલા ઘાણા

મીઠું સ્વાદ અનુસાર

Advertisment

તેલ તળવા માટે

દાળવડા બનાવવાની રીત:-

દાળવડા બનાવવા સૌ પ્રથમ ચણાની દાળને પાણીથી સારી રીતે ધોઈ તેને તેમાં જરૂર મુજબનું પાણી નાખી 4 થી 5 કલાક માટે પલાળવા મૂકી દો. દાળ બરાબર પલળી જાય પછી તેમાં ફરી વાર પાણી નાખી તેને ધોઈ નાખો અને બધુ પાણી નિતારી લો. હવે એક મિક્સર જારમાં જીરું, તજનો ટુકડો, અને મરી નાખી પીસી લો. ત્યાર બાદ તેમાં લીલા મરચાં, આદું નાખી પીસી લો અને હવે તેમાં પલાળેલી દાળ નાખી અધકચરી પીસી લો.

હવે પીસેલી ચણાની દાળને એક વાસણમાં કાઢી તેમાં જીણી સમારેલી ડુંગળી, લીલા ઘાણાં, ચોખાનો લોટ, સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ એક ચમચી તેલ નાખી ફરીથી બરાબર મિક્સ કરો. હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં ચણા ના મિશ્રણ માંથી નાના નાના ગોળા વાળી તેને વચ્ચેથી સેજ દબાવી લૂઆ આકારના વડા તૈયાર કરી લેવા. તેલ ગરમ થાય એટલે વડા નાખી મિડિયમ તાપે બંને બાજુ ગોલ્ડન તળી લેવા. ગરમાગરમ દાળવડાને લસણની ચટણી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.