/connect-gujarat/media/post_banners/0a1c44e87ec219e5998f5041a30bc2bba5789b5b8e7a18bdbca2b760cd654100.webp)
બાળકોને શેક પીવા ખૂબ જ ગમતા હોય છે. બાળકો ગમે ત્યાં બહાર જાય તો પહેલા શેક પીવાનું જ પસંદ કરતાં હોય છે. ત્યારે આવા શેક બજારમાથી લઈને બાળકોને આપવા તેના કરતાં ઘરે બનાવેલા શેક બાળકોને આપવાથી કોઈ નુકશાન પણ થતું નથી અને બાળકો ચાવથી તેને પીવે છે. તો આજે અમે કિટકેટ શેક બનાવવાની રેસેપી લઈને આવી ગયા છીએ. જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ એકદમ મસ્ત છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસેપી....
કિટકેટ શેક બનાવવાની સામગ્રી
· કિટકેટ
· ચોકલેટ આઇસ્ક્રીમ
· ચોકલેટ સિરપ
· 1 ગ્લાસ દૂધ
કીટકેટ શેક બનાવવાની રીત
· સૌ પ્રથમ કિટકેટના ટુકડાને મિકસરના જારમાં નાખો.
· હવે તેમાં ચોકલેટ સિરપ અને ચોકલેટના ટુકડા નાખીને બરાબર મિક્સ કરી લો.
· આ પછી તેમાં દૂધ મિક્સ કરી તેને બરાબર રીતે મિકસરમાં ફેરવો.
· આ મિશ્રણનું સ્મૂધ શેક બની જાય ત્યાર પછી એક ગ્લાસમાં કાઢી લો.
· તો તૈયાર છે તમારો કિટકેટ શેક
· તેને ચોકલેટ સિરપથી ગાર્નિશ કરીને સર્વ કરો.
· તમે ઈચ્છો તો શેક ઉપર ચોકલેટના ટુકડા નાખીને પણ સર્વ કરી શકો છો.