સ્વાદિષ્ટ ગાંઠીયાનું શાક, નોંધી લો ગાંઠીયાનું શાક બનાવવાની રીત

ઘરમાં શાકભાજી ના હોય ત્યારે ગૃહિણીઓ શું બનાવું ની ચિંતામાં હોય છે ત્યારે આ ગાંઠીયાનું શાક તમે બનાવી તમારી ચિંતા દૂર કરી શકો છો

New Update
ગાંઠીયાનું શાક બનાવવાની રીત

સામાન્ય રીતે ઘરમાં શાકભાજી ના હોય ત્યારે ગૃહિણીઓ શું બનાવું ની ચિંતામાં હોય છે ત્યારે આ ગાંઠીયાનું શાક તમે બનાવી તમારી ચિંતા દૂર કરી શકો છો.તો ચાલો બનાવીએ ઓછા સમયમાં કોઈ પણ જાતની માથાકૂટ  વગર બની જતું ગાંઠીયાનું શાક ..નોંધી લો ગાંઠીયાનું શાક બનાવવાની રીત

  ગાંઠિયા શાક બનાવવા માટે જોઈશે : 

1 1/2 કપ જાડા ગાંઠિયા

મોટી ડુંગળી સમારેલી

1/2 ટીસ્પૂન રાઇ

ટેબલસ્પૂન તેલ

3/4 કપ દહીં,

1/4 ટીસ્પૂન હળદર

ચપટીભર હીંગ

ટીસ્પૂન મરચાં પાવડર

મીઠું સ્વાદુનાર

કોથમીર ગાર્નિશિંગ માટે

 શાક બનાવવાની રીત- 

એક કઢાઇમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થયા બાદ  ડુંગળી ઉમેરો ડુંગળીને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો. હવે પછી તેમાં દહીંહીંગહળદરમરચાં પાવડરમીઠું અને12 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર થી મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. પછી તેમાં એક ગ્લાસ પાણી નાખીને ઉકળવા દો. બરાબર ઉયકલી જાય પછી તેમાં ગરમ મસાલા ઉમેરો અને મિનિટ સુધી ચડવા દો ત્યાર બાદ પીરસવાના સમય પહેલાતેમાં ગાંઠીયા ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર થી મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવીને રાંધી લો.અને કોથમીર ભભરાવી પીરસો . લો તૈયાર છે ઓછા સમય માં જ તૈયાર થતું ગાંઠીયાનું શાક.

Latest Stories