Connect Gujarat
વાનગીઓ 

આ પરફેક્ટ માપથી બનાવશો તો એકદમ બહાર જેવા જ ટેસ્ટી બનશે પાત્રા

આ પરફેક્ટ માપથી બનાવશો તો એકદમ બહાર જેવા જ ટેસ્ટી બનશે પાત્રા
X

ચા સાથે દરેક ઘરમાં થોડો નાસ્તો પીરસવામાં આવે છે. સામાન્ય રીતે ચા સાથે ફરસાણ આપવામાં આવે છે. પણ જો તમે ફરસાણ ખાઈને થકી ગયા હોય તો આજે તમને સ્વાદિષ્ટ પાત્રા બનાવવાની રીત વિશે જણાવીએ. પાત્રાને તમે ચા સાથે ખાઈ શકો છો. પણ ઘણી વાર એવી ફરિયાદ આવે છે કે ઘરે પાત્રા બહાર જેવા નથી બનતા. પરંતુ આજે તમને પરફેક્ટ માપ સાથે પાત્રા બનાવવાની રીત જણાવીશું. આ માપ સાથે પાત્રા બનાવશો તો બજાર જેવા જ ટેસ્ટી પાત્રા ઘરે બનશે.

પાત્રા બનાવવાની સામગ્રી

અળવીના પણ -10

ચણાનો લોટ - 3 કપ

ચોખાનો લોટ - 2 કપ

આદું - 1 ટુકડો

લીલા મરચાં - 3 થી 4

લસણની કળી – 2

પાણી - 3 કપ

હિંગ - 1/2 ટીસ્પૂન

સફેદ તલ - 1 ચમચી

અજમો - 1 ચમચી

મીઠું - સ્વાદ પ્રમાણે

લાલ મરચું પાવડર - 1/2 ચમચી

હળદર - 1/2 ચમચી

ધાણા જીરું પાવડર - 1/2 ચમચી

આંબલીની પેસ્ટ : 4 ચમચી

તેલ : 4 ચમચી

રાય - 1 ચમચી

જીરું - 1 ચમચી

હિંગ પાવડર - 1/2 ટીસ્પૂન

કોથમીર - જરૂર મુજબ

નારિયેળનું ખમણ - 2 ચમચી

ખાવાનો સોડા - 2 ચમચી

પાત્રા બનાવવાની રીત

આ પરફેક્ટ માપથી બનાવશો તો એકદમ બહાર જેવા જ ટેસ્ટી બનશે પાત્રાસૌથી પહેલા તો અળવીના પાનને સારી રીતે ધોઈ નાખો ત્યાર બાદ તેના પર વેલણ ફેરવી દો જેથી અળવીના પાન સોફ્ટ થઈ જાય. હવે પાન ઉપરની જાડી નસોને ચાકુની મદદથી દૂર કરો.

હવે એક મિકસરમાં આદું, લીલા મરચાં, લસણ અને થોડું પાણી નાખી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. ત્યાર પછી એક બાઉલમાં ચણા અને ચોખાનો લોટ લઈ બરાબર મિક્સ કરી લેવો. લોટની અંદર અજમા, મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ધાણાભાજી, આંબલીની પેસ્ટ અને બેકિંગ સોડા મિક્સ કરી સારી રીતે હલાવો. હવે તેમાં તૈયાર કરેલી આદું મરચાની પેસ્ટ ઉમેરો અને હવે તેમાં થોડું પાણી ઉમેરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો.

હવે અળવીના પાનને એક પ્લેટ પર રાખી અને તેની ઉપર પેસ્ટને સારી રીતે સ્પ્રેડ કરો. ત્યાર પછી તેનો રોલ બનાવી સ્ટીમરમાં 10 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દો. 15 મિનિટ પછી પાત્રા ને ચેક કરો. પછી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તેને ઠંડા કરો

પાત્રા ઠંડા થાય એટલે ચાકુની મદદથી સ્લાઈસમાં કટ કરો. હવે એક પેન માં તેલ ગરમ મૂકો અને તેમાં લીમડાના પાન, રાય, તલનો વઘાર કરો. તેમાં પાત્રા ઉમેરો. ઉપરથી સૂકા કોપરાનું ખમણ ઉમેરીને ગરમાગરમ સર્વ કરો, તૈયાર છે એકદમ બજાર જેવા જ પાત્રા.

Next Story