Connect Gujarat
વાનગીઓ 

આ રીતે લસણની ચટણી બનાવશો તો 1 મહિના સુધી નહીં બગડે...

આ રીતે લસણની ચટણી બનાવશો તો 1 મહિના સુધી નહીં બગડે...
X

ભોજનનો સ્વાદ વધારવા માટે લોકો ચટણી અને અથાણું એક સાથે ખાવાનું પસંદ કરે છે. ચટણી એક એવી સાઈડ ડિશ છે જે દરેક ઘરમાં બને છે. કેટલાક લોકો સાઈડ ડિશને બદલે સીધી જ રોટલી સાથે ખાવાનું પસંદ કરે છે. રાજસ્થાનમાં બાજરીના રોટલાને લસણની અને લાલ મરચાની ચટણી સાથે ખાવામાં આવે છે. આ સિવાય પકોડા, પરાઠા અને પૂરી સાથે ચટણી ખાવાથી તેનો સ્વાદ ડબલ ગણો વધી જાય છે. ભારતના વિવિધ રાજ્યોમાં વિવિધ પ્રકારની ચટણી બનાવવામાં આવે છે. અહી અમે તમને લાલ લસણની ચટણી કેવી રીતે બનાવવી તેની રેસેપી લઈને આવી ગયા છીએ તો ચાલો લાલ લસણની ચટણી બનાવવાની રીત વિષે જાણી લઈએ.

લસણની ચટણી બનાવવા માટેની સામગ્રી

કાશ્મીરી લાલ મરચું - 6 નંગ

તીખું લાલ મરચું - 5 નંગ

સીંગદાણાનું તેલ અથવા ઘી – 4 ચમચી

લીંબુનો રસ – અડધી ચમચી

મીઠું – સ્વાદ અનુસાર

પાણી – 1 કપ

લસણની ચટણી બનાવવાની રીત

લાલ લસણની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ કાશ્મીરી લાલ મરચાં અને તીખા લાલ મરચાં ને એક ઊંડા સ્ટીલના વાસણમાં નાખો. તેમાં એક કપ પાણી ઉમેરી મીડિયમ તાપે પકાવો. જ્યાં સૂધું તે ઉકડે ત્યાં સુધી તેને આગ પર રાખો. ઉકડ્યા પછી ગેસ બંધ કરી તે ઠંડુ થાય ત્યાં સુધી રાહ જોવો. આ પછી મરચાંને મિકસરમાં નાખી તેની જીણી પેસ્ટ બનાવો. હવે એક કઢાઈમાં સીંગદાણાનું તેલ મૂકો. હવે તેલ ગરમ થાય પછી તેમાં બારીક વાટેલું લસણ નાખીને 1 મિનિટ સુધી પકવો. આ પછી લાલ મરચાની પેસ્ટ ઉમેરો અને 5 મિનિટ સુધી હલાવતા રહીને પકવો. છેલ્લે ગેસ બંધ કરીને તેમાં મીઠું અને લીંબુનો રસ નાખી ને બરાબર મિક્સ કરો. તો તૈયાર છે તમારી લાલ લસણની ચટણી. તેને ઠંડુ કર્યા બાદ એક કાચની બોટલમાં ભરીને 1 મહિના માટે ફ્રીજમાં સ્ટોર કરીને મૂકો દો.

Next Story