માત્ર 15 મિનિટમાં બનાવો ચીલી ચીઝ ગાર્લિક પરાઠા, એક વાર ખાશો તો વારંવાર માંગશો.....

આ પરાઠાની સૌથી મોટી ખાસિયત એ છે કે મેંદાનો ઉપયોગ ના થવાને કારણે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.

New Update
માત્ર 15 મિનિટમાં બનાવો ચીલી ચીઝ ગાર્લિક પરાઠા, એક વાર ખાશો તો વારંવાર માંગશો.....

કેટલાક લોકો નાસ્તામાં બ્રેડ, સેન્ડવિચ, ઓમલેટ, મેગી તેમજ બીજી અનેક પ્રકારની વાનગીઓ બનાવતા હોય છે. પરંતુ આજે અમે તમને ચિલી ચીઝ ગાર્લિક પરાઠાની રેસિપી જણાવીશું. આ પરાઠા તમે ફટાફટ ઘરે બનાવી શકો છો. આ પરાઠાની સૌથી મોટી ખાસિયત એ છે કે મેંદાનો ઉપયોગ ના થવાને કારણે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ પરાઠા તમે બાળકોને નાસ્તામાં તેમજ પતિને ટિફિનમાં આપી શકો છો. આ પરાઠા તમે એક વાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે. તો નોંધી લો રીત અને ફટાફટ ઘરે બનાવો ચિલી ચીઝ ગાર્લિક પરાઠા.

Advertisment

ચીલી ચીઝ ગાર્લિક પરાઠા બનાવવાની સામગ્રી:-

· 2 કપ ઘઉનો લોટ

· 3 થી 4 ઝીણાં સમારેલાં લીલા મરચા

· એક કપ ક્રશ કરેલુ ચીઝ

· ત્રણથી ચાર ક્રશ કરેલું લસણ

· લાલ મરચુ

Advertisment

· અડધી ચમચી જીરું પાવડર

· સ્વાદાનુંસાર મીઠું

· ધી

ચીલી ચીઝ ગાર્લિક પરાઠા બનાવવાની રીત:-

· ચિલી ચીઝ ગાર્લિક પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લો.

· આ લોટમાં મીઠું મિક્સ કરો.

Advertisment

· પાણી લો અને લોટ બાંધતા જાવો.

· આ લોટ તમારે બહુ કઠણ બાંધવાનો નથી. પરાઠા જેવો થોડો નરમ બાંધવાનો રહેશે.

· એક બાઉલમાં ચીઝ છીણી લો.

· આમાં લીલા મરચા, ક્રશ કરેલુ લસણ, મીઠું, લાલ મરચુ, જીરા પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.

· હવે લોટમાંથી ગુલ્લા બનાવો.

· આ ગુલ્લામાંથી પરાઠા વણો અને વચ્ચે આ મિશ્રણ ભરી લો.

· એક નોનસ્ટિક તવી ગરમ કરવા માટે મુકો.

· તવી ગરમ થઇ જાય એટલે એક પરાઠા મુકો અને આજુબાજુ ઘી નાખો.

· ત્યારબાદ શેકી લો.:-

· એક બાજુ બ્રાઉન રંગનું થાય એટલે બીજી બાજુ શેકી લો.

· આમ કરવાથી બન્ને બાજુ પ્રોપર રીતે શેકાઇ જશે.

· એક પછી એક એમ બધા પરાઠા આ રીતે વણીને શેકી લો.

· તમે ઇચ્છો છો તો ઉપરથી કોથમીર, ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ નાખી શકો છો.

· તો તૈયાર છે ચિલી ચીઝ ગાર્લિક પરાઠા.

· આ પરાઠા તમે સોસ તેમજ દહીં સાથે ખાઓ છો તો બહુ મજા આવે છે. આ પરાઠા એક વાર ખાશો તો ચાહક થઇ જશો.

Advertisment