/connect-gujarat/media/post_banners/ce21c29e18a51763457262f761c070b8cd38cd04d1b92185f56b4237db24e64f.webp)
મલાઈ કોફ્તા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આપણે બધા હોટલ જેવા મલાઈ કોફતા ઘરે બનાવવા માંગીએ છીએ. પરંતુ વેજીટેબલ કોફ્તા મલાઈ કોફતા જેવા સોફ્ટ હોતા નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને ટિપ્સ જણાવવા જઇ રહ્યા છીએ. જેની મદદથી તમે ઘરે હોટલ જેવા મલાઈ કોફતા બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેના વિષે.....
કોફતા બનાવવાની સામગ્રી:-
· 4 બાફેલા બટાકા
· 250 ગ્રામ પનીર
· 50 ગ્રામ મેંદો
· 1 કોથમીર
· 3 ડુંગળી ટુકડામાં કાપેલી
· 1 ચમચી આદુની પેસ્ટ
· 1 ચમચી લસણની પેસ્ટ
· 2 ટામેટાં
· 200 ગ્રામ મલાઈ
· 2 ચમચી કિસમિસ
· 2 ચમચી કાજુ
· 50 ગ્રામ કાજુની પેસ્ટ
· અડધી ચમચી હળદર
· 1 ચમચી કસુરી મેથી
· 1 ચમચી ખાંડ
કોફતા બનાવવાની રીત:-
· સૌ પ્રથમ બાફેલા બટેટાને ઓછામાં ઓછા 5 કલાક માટે રેફ્રિજરેટરમાં મૂકો.
· મલાઈ કોફતા બનાવવા માટે પનીર અને બટાકાને સારી રીતે મેસ કરો.
· હવે કિસમિસ અને કાજુના નાના ટુકડા કરી લો. અને તેમાં એક ચમચી ખાંડ ઉમેરો.
· આ પછી 1 પેનમાં તેલ ગરમ કરો.
· હવે પનીરના મિશ્રણના બોલ બનાવો અને તેમાં ડ્રાઈફ્રૂઇટ્સ ભરો.
· આ પછી કોફતને તળી લો. તળાઈ જાય પછી તેને એક બાઉલમાં કાઢી લો.
· ગ્રેવી બનાવવા માટે ડુંગળી, આદું, લસણ અને ટમેટાને સાંતળો અને કાજુની પેસ્ટ ઉમેરો.
· પછી આ મિશ્રણમાં 2 ચમચી ગરમ દુધ, કસૂરી મેથી અને બધા સૂકા મસાલા ઉમેરો.
· ધ્યાન રાખો કે જ્યાં સુધી મિશ્રણની આજુબાજુમાંથી તેલ ના નીકળી જાય ત્યાં સુધી તેને ફ્રાઈ કરો.
· ત્યાર બાદ તેમાં અડધો કપ પાણી ઉમેરો અને જ્યારે તમને લાગે કે ગરવી થોડી જાડી થઈ ગઈ છે ત્યારે તેમાં ક્રીમ, ખાંડ અને કસૂરી મેથી ઉમેરો.
· આ પછી ગ્રેવીને ઉકળવા દો..
· કોફતા ને ગરમા ગરમ તેલમાં કયારેય ના નાખવા જોઈએ. જેના કારણે કોફતા તૂટી જાય છે.
· મલાઈ કોફતા ને સર્વ અકર્તિ વખતે સૌ પ્રથમ કોફતાને એક બાઉલમાં કાઢી તેના પર ગ્રેવી નાખો.