બાળકો માટે ઘરે જ બનાવો McDonald’s જેવું ટેસ્ટી આલુ ટિક્કી બર્ગર, એકદમ સરળ છે તેની રેસીપી...

બર્ગર ઘણીવાર પાર્ટીઓમાં નાસ્તા તરીકે પીરસવામાં આવે છે. તે એક સ્ટ્રીટ ફૂડ છે, જ્યારે આપણે બર્ગરનું નામ સાંભળીએ છીએ ત્યારે સૌથી પહેલા મગજમાં મેકડોનાલ્ડ્સ આવે છે.

બાળકો માટે ઘરે જ બનાવો McDonald’s જેવું ટેસ્ટી આલુ ટિક્કી બર્ગર, એકદમ સરળ છે તેની રેસીપી...
New Update

મોટાભાગના લોકોને બર્ગર ભાવતા હોય છે, પછી તે બાળકો હોય કે મોટા. બર્ગર ઘણીવાર પાર્ટીઓમાં નાસ્તા તરીકે પીરસવામાં આવે છે. તે એક સ્ટ્રીટ ફૂડ છે, જ્યારે આપણે બર્ગરનું નામ સાંભળીએ છીએ ત્યારે સૌથી પહેલા મગજમાં મેકડોનાલ્ડ્સ આવે છે. હવે તમે પણ ઘરે જ મેકડોનાલ્ડ્સની જેમ આલુ ટિક્કી બર્ગર બનાવી શકો છો. ચાલો તમને તેની સરળ રેસિપી જણાવીએ.

સામગ્રી:-

§ બર્ગરના બન – 4 નંગ

§ મેંદો – 1 ચમચી

§ ટોમેટો સોસ – 1 ચમચી

§ બાફેલા બટાકા – 3 થી 4

§ બાફેલા લીલા વટાણા – 50 ગ્રામ

§ ડુંગળીના થોડા ટુકડા

§ ટામેટાના થોડા ટુકડા

§ મીઠું – સ્વાદ મુજબ

§ લાલ મરચું પાવડર – 1 ચમચી

§ હળદર – 1 ચમચી

§ ધાણા પાવડર – 1 ચમચી

§ લસણની પેસ્ટ – 1/2 ચમચી

§ વેજ મેયોનેઝ – 1 ચમચી

§ જીરું પાવડર – 1 ચમચી

§ બ્રેડ ક્રમ્બ્સ – જરૂર મુજબ

બનાવવાની રીત:-

§ આલુ ટિક્કી બર્ગર બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં બાફેલા બટેટા લો.

§ હવે તેમાં વટાણા, હળદર, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, લસણની પેસ્ટ અને જીરું પાવડર નાખી હાથ વડે મેશ કરો.

§ બીજી તરફ, એક નાના બાઉલમાં મેંદો અને પાણી ઉમેરીને બેટર બનાવો.

§ હવે બટાકા મિશ્રણમાંથી ટિક્કીને આકાર આપવાનું શરૂ કરો.

§ હવે ટિક્કીને મેંદાના બેટરમાં બોળી લો.

§ ટિક્કીને તળતા પહેલા તેના પર બ્રેડ ક્રમ્બ્સ લગાવો અને થોડીવાર માટે ફ્રીઝ કરી લો.

§ હવે એક પેનમાં તેલ ગરમ કરો.

§ તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા ટિક્કાને ડીપ ફ્રાય કરો.

§ હવે એક બાઉલમાં વેજ મેયોનેઝ અને ટોમેટો સોસ નાખીને મિક્સ કરો.

§ બર્ગરના બન પર મેયોનીઝ ફેલાવો, તેના પર ટિક્કી અને ડુંગળી અને ટામેટાં મૂકી બીજું બન તેના પર મુકો.

§ તૈયાર છે તમારું આલુ ટિક્કી બર્ગર. તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

#McDonald's #Aloo Tikki #McDonald's Aloo Tikki #Aloo Tikko Recipe #burger aloo-tikki #Home Made Aloo Tikki #Home Made Aloo Tikki Burger #આલુ ટિક્કી બર્ગર #આલુ ટિક્કી #આલુ ટિક્કી બનાવવાની રીત
Here are a few more articles:
Read the Next Article