ચોમાસામાં બનાવો મુંબઈયા વડાપાઉં નોંધી લો રેસીપી

ચોમાસાની સિઝનમાં તો ગરમાગરમ વડા પાઉં ખાવાની કઈક અલગ જ મઝા હોય છે. બાળકોના ટિફિનમાં પણ તમે આ વડાપાવ આપી શકો છો.

author-image
By Connect Gujarat Desk
New Update
 વડાપાઉં બનાવવાની રીત

વડાપાઉં એ સૌને ભાવતું ફૂડ છે. નાના મોટા સૌને આ આઈટમ ભાવતી જ હોય છે. જેને ભારતીય બર્ગરનું નામ પણ આપતા હોય છે. સામાન્ય રીતે વડા પાઉંને તળેલા લીલા મરચાંટોમેટો કેચપ અને લસણની સૂકી ચટણી સાથે પીરસવામાં આવે છે. તેને બનાવવું ખૂબ જ સરળ છેપાવને વચ્ચેથી કાપીને તેમાં લીલી ચટણી અને સૂકી લસણની ચટણી લગાવવામાં આવે છે અને પછી બટાટુ વડુ મૂકવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં તો ગરમાગરમ વડા પાઉં ખાવાની કઈક અલગ જ મઝા હોય છે. બાળકોના ટિફિનમાં પણ તમે આ વડાપાવ આપી શકો છો.

 ચાલો નોંધી લઈએ સામગ્રી :-

પાઉં જરૂર મુજબ

લસણની ચટણી

બાફેલા બટાટા

2 ચમચી કટ કરેલા લીલા મરચા

2 ચમચી ક્રશ કરેલુ આદુ

મીઠા લીમડાના પાન

1 ચમચી રાઇ

1 ચમચી શેકેલા ધાણાં

ધાણા લીલા

મીઠું સ્વાદ પ્રમાણે

ખીરુ બનાવવા માટે

3 કપ ચણાનો લોટ

એક ચમચી હળદર

એક ચમચી બેકિંગ સોડા

ચપટી મીઠું

તળવા માટે તેલ 

હવે નોંધી લો વડાપાઉં બનાવવાની રીત:-

પહેલા બટાટા બાફી લો . ત્યાર બાદ તેની છાલ કાઢી લો હવે. એક પેનમાં તેલ લઈને ગરમ કરો તેમાં રાય મીઠો લીમડો સમારેલું આદું અને લીલા મરચાં નાખી સાંતળી લો. પછી હળદર અને મેશ કરેલા બટાકા નાખીને મિક્સ કરો અને જરૂર મુજબ મીઠું નાખો અને મિક્સ કરો . પછી કોથમીર નાખો હવે એકથી બે મિનિટ પછી ગેસ બંધ કરી દો. હવે ખીરું તૈયાર કરો એક ઊંડા વાસણમાં ચણાનો લોટ  લઈ હળદર અને મીઠું નાખી પાણી ઉમેરી ખીરું બનાવો અને સોદા નાખી મિક્સ કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો હવે બટાટા નું સ્ટફિંગ લઇને નાના-નાના ગોળા તૈયાર કરી લો હવે બેસનમાં ડીપ કરો અને કડાઇમાં તળવા માટે નાખો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લો. હવે પાવ લો અને એમાં લસણની ચટણી લગાવો અને એક ગરમ વડુ મુકી દો.અને તળેલા લીલા મરચાની સાથે અને સોસ સાથે સર્વ કરો. આ તૈયાર છે તમારા મુંબઈયા વડા પાઉં. મઝા માણો.

Latest Stories