Connect Gujarat
વાનગીઓ 

ઘરે જ રેસ્ટોરન્ટ જેવી બનાવો લહેસુની સ્પીનેચ સબ્જી, એક વાર ખાશો તો આંગળીઓ ચાટતા રહી જશો

પાલકમાં વિટામિન K, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે. આ કારણે લોકો પાલકનું વધુ ને વધુ સેવન કરે છે.

ઘરે જ રેસ્ટોરન્ટ જેવી બનાવો લહેસુની સ્પીનેચ સબ્જી, એક વાર ખાશો તો આંગળીઓ ચાટતા રહી જશો
X

પાલક એ એવી લીલા પાંદડાવાળી શાકભાજી છે જે અનેક ગુણોનો ખજાનો છે. આને ખાવાથી શરીરમાં ઇન્ફેકસનનો ખતરો ઓછો રહે છે. આનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે.પાલકમાં વિટામિન K, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે. આ કારણે લોકો પાલકનું વધુ ને વધુ સેવન કરે છે. જો,કે ઘણી વખત એક જ પ્રકારની વાનગીઓ ખાતા લોકો કંટાળી જાય છે. તો આજે અમે તમને એક નવી જ વાનગી વીશે જણાવીશું જે બનાવવી એકદમ સરળ છે અને તમે તેને ડિનર કે લંચ ગમે ત્યારે બનાવી શકો છો.

લહેસુની સ્પીનેચ સબ્જી બનાવવાની સામગ્રી:-

પાલક 200 ગ્રામ

મેથી 30 ગ્રામ

1 ટીસ્પૂન હિંગ

4 ચમચી તેલ

એક થી બે જીણી સમારેલી ડુંગળી

1 નાનું ટામેટું

2 ચમચી આદું લસણની પેસ્ટ

3 ચમચી ચણાનો લોટ

2 ચમચી ધાણા પાવડર

1 ચમચી જીરું પાવડર

1 ચમચી લાલ મરચું પાવડર

1 ચમચી હળદર પાવડર

½ કપ દહીં

ગરમ મસાલો

સ્વાદ મુજબ મીઠું

લહેસુની સ્પીનેચ સબ્જી બનાવવાની રીત

· લહેસુની સ્પીનેચ બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં પાણી ગરમ મૂકો.

· હવે પાલક અને મેથીને ધોઈને પાણીમાં ઉકળવા દો.

· બરાબર ઉક્ળી જાય પછી બરફના પાણીમાં પાલક અને મેથીને ઠંડુ કરવા મૂકી દો.

· હવે તેને ગાળીને મિક્સરમાં પીસી લો.

· હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

· તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો, પછી આદું અને ડુંગળી લસણની પેસ્ટ નાખીને સાંતળો.

· ડુંગળી બ્રાઉન થઇ જાય પછી તેમાં ચણાનો લોટ નાખો.

· હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને જીરું ઉમેરી બરાબર મિક્સ કરો.

· એક થી બે મિનિટ તળ્યા પછી પેનમાં ટામેટાં ઉમેરો. ટામેટાં નરમ થાય જાય પછી તેની અંદર પાલકની પ્યુરી એડ કરો.

· હવે તેમાં ગરમ મસાલો, દહીં અને મીઠું મિક્સ કરો. પછી થોડી વાર પાકવા માટે મૂકી દો.

· હવે ટેમ્પરિંગ તૈયાર કરવા માટે એક બીજા પેનમાં તેલ ગરમ કરવા મૂકો.

· તેમાં જીરું, બારીક સમારેલું લસણ અને કાશ્મીરી લાલ મરચું ઉમેરો.

· પછી આ મિશ્રણને પાલકની કાઢીમાં નાખી બરાબર રીતે હલાવો.

· તમારી લહેસૂન સ્પીનેચ સબ્જી તૈયાર છે. તેને રોટલી અથવા ભાત સાથે ગરમા ગરમ સર્વ કરો.

Next Story