એકદમ રેસ્ટોરન્ટ જેવી પાઉંભાજી ઘરે બનાવો,નોંધી લો રેસીપી

બધી શાકભાજીને મસાલાઓમાં બનાવીને સરસ મઝાની ભાજી બનાવવામાં આવે છે. અને આ ભાજીને માખણમાં શેકેલા નરમ પાઉંની સાથે પીરસવામાં આવે છે. જો કોઈને કોઈ શાકભાજી ન પણ ભાવતી હોય તો પણ આ ભાજી હોંશે હોંશે ખાઈ લેશે.

New Update
પાવ ભાજી બનાવવાની રીત

પાઉંભાજી એક સ્વાદિષ્ટ વાનગી છે જે બધાને જ સામાન્ય રીતે ભાવતી હોય છે. બધી શાકભાજીને મસાલાઓમાં બનાવીને સરસ મઝાની ભાજી બનાવવામાં આવે છે. અને આ ભાજીને માખણમાં શેકેલા નરમ પાઉંની સાથે પીરસવામાં આવે છે. જો કોઈને કોઈ શાકભાજી ન પણ ભાવતી હોય તો પણ આ ભાજી હોંશે હોંશે ખાઈ લેશે. મહેમાન ઘરે આવે ત્યારે પણ આ પાઉં ભાજી તમારું માન રાખી લેશે. માર્કેટમાં હવે ખૂબ સહેલાઈથી પાઉંભાજી મળતી હોય છેતો ચાલો આજે ઘરે બનાવવા માટે રેસીપી નોંધી લો :

 પાઉં ભાજી બનાવવા જોઈશે:-

બટાકા સમારેલા

લીલા વટાણા

સમારેલું ફ્લાવર

ગાજર સમારેલું

ડુંગળી ઝીણી સમારેલી

આદું – લસણની પેસ્ટ

સમારેલા ટામેટાં

કેપ્સિકમ સમારેલું

લાલ મરચું

હળદર

ધાણાજીરું

પાઉંભાજીનો મસાલો

લીંબુનો રસ

મીઠું સ્વાદાનુસાર

તેલ અને બટર

લીલા ધાણા

પાઉં જરૂર મુજબ 

પાઉંભાજી બનાવવાની રીત :-

સૌ પહેલા બધા જ શાકભાજીને સારી રીતે ધોઈ લો અને કપડાંથી લૂછી લો. અને નાના નાના ટુકડાઓમાં કાપી લો. ત્યારબાદ કાપેલા બટાકાફ્લાવરગાજર અને લીલા વટાણાને કુકરમાં નાખો હવે પાણી અને મીઠું નાખી કુકરને બંદ કરી આ શાકભાજી બાફી લો. હવે આ બાફેલા શાકભાજીને એકસાથે મેસ કરી લો. હવે એક કડાઈમાં તેલ અને માખણ મધ્યમ આંચ સાથે ગરમ કરો. પછી તેમાં કાપેલી ડુંગળી અને આદું-લસણની પેસ્ટ નાખોં. ડુંગળીને હલ્કી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.તેમાં કાપેલું કેપ્સીકમકાપેલા ટામેટાં અને મીઠું નાખોં.ટામેટાં અને કેપ્સીકમને નરમ થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડરહળદરધાણાજીરું અને રેડીમેડ પાવ ભાજી મસાલા પાઉડર નાખોં.તેને ચમચાથી હલાવીને ૧ મિનિટ માટે પકાવો.પછી તેમાં ૩/૪ કપ પાણી નાખોંબરાબર મિક્ષ કરો અને ૨-૩ મિનિટ માટે પકાવો. તેમાં બાફેલા શાકભાજી અને ૧ ટીસ્પૂન લીંબુનો રસ નાખોં.તેને બરાબર મિક્ષ કરો અને ૪-૫ મિનિટ માટે પકાવો. હવે ભાજીને ચાખી લો અને જો જરૂર લાગે તો વધારે મીઠું નાખીને બરાબર મિક્ષ કરો. ગેસ બંધ કરી દો. તેમાં બારીક સમારેલા લીલા ધાણા નાખીને હવે પીરસવા માટે તૈયાર છે તમારી ભાજી. હવે પાવ બન્સને વચ્ચેથી કાપો પછી તવાને ગરમ કરવા મૂકો. તવા પર બટર નાખો અને તેની ઉપર કાપેલું પાવ બન્સ મૂકો. તેને બંને બાજુ હલ્કી બદામી રંગની થાય ત્યાં સુધી શેકોહવે ભાજીને એક બાઉલમાં કાઢીને બટરના ટુકડાથી સજાવો અને શેકેલા પાવકાપેલી ડુંગળી અને લીંબુની સાથે ગરમા ગરમ પીરસો.અને મઝા માણો . તૈયાર છે તમારી પાઉં ભાજી.

Latest Stories