Connect Gujarat
વાનગીઓ 

એકદમ ક્રિસ્પી અને સ્વાદથી ભરપૂર એવા સોજી કબાબ ઘરે જ બનાવો, પરિવારના સભ્યો ખાઈને ખુશ થઈ જશે....

સોજી કબાબની એક સરળ અને નવી જ રેસેપી શેર કરી રહ્યા છીએ. જે બનાવવી એકદમ સરળ છે.

એકદમ ક્રિસ્પી અને સ્વાદથી ભરપૂર એવા સોજી કબાબ ઘરે જ બનાવો, પરિવારના સભ્યો ખાઈને ખુશ થઈ જશે....
X

આપણે સોજી સાથે અનેક પ્રકારની વાનગીઓ બનાવીને ખાધી હશે. જેમ કે ઇડલી, ઉત્તપમ, ઉપમા, ઢોકળા, કેક,ગુલાબ જામુન વગેરે. પરંતુ ભારતમાં મોટા ભાગે સોજીનો ઉપયોગ મીઠાઇ બનાવવા માટે થતો હોય છે. સોજીમાં કોલેસ્ટ્રોલ અને ફેટ હોતું નથી. અને તેને ખાવાના પણ ઘણા ફાયદાઓ છે. નાસ્તા બનાવવા માટે તમે લોટના બદલે સોજીનો ઉપયોગ કરી શકો છો. હવે સોજી માંથી કઈક નવું બનાવવાનો સમય છે. અમે આજે સોજી કબાબની એક સરળ અને નવી જ રેસેપી શેર કરી રહ્યા છીએ. જે બનાવવી એકદમ સરળ છે. આનો સ્વાદ ચાખ્યા પછી પરિવારના સભ્યો પણ ખૂસખુશાલ થઈ જશે.

સોજી કબાબ બનાવવાની રીત:-

1 કપ – સોજી

1 કપ – પનીર (છીણેલું)

1 – બટેટૂ (બાફેલું)

મીઠું સ્વાદ અનુસાર

1 ચમચી-લાલ મરચું પાવડર

½ ચમચી કાળા મારી પાવડર

1 ચમચી – લસણની પેસ્ટ

1 ચમચી – કસૂરી મેથી

½ કપ – દહીં

1 કપ – ઘી

સોજી કબાબ બનાવવાની રીત:-

· સોજી કબાબ બનાવવા માટે સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરીને રાખો જેમ કે પનીરને છીણીને રાખો અને બટેટાને બાફીને તેની છાલ ઉતારી લો.

· હવે ગેસ ચાલુ કરી એક પેન મૂકો. તેમાં 2 ચમચી ઘી નાખી ગરમ થવા દો. હવે તેમાં 1 કપ રવો ઉમેરી શેકી લો.

· જ્યારે રવો શેકાઈ જાય પછી તેને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં એક કપ છીણેલું પનીર અને એક બાફેલું બટેટૂ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

· ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું લાલ મરચું પાવડર, કાળા મરીનો પાવડર, લસણની પેસ્ટ, કસૂરી મેથી અને અડધો કપ દહીં ઉમેરી મિશ્રણ તૈયાર કરો.

· મિશ્રણ તૈયાર થઈ જાય પછી આ મિશ્રણના કબાબ તૈયાર કરો અને તેને એક અલગ પ્લેટમાં મૂકો.

· ત્યાર બાદ એક તવામાં ઘી નાખી આ બધા કબાબને તળી લો. બંને બાજુ તળાઈ જાય પછી તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

Next Story