હવે કેરી ઉપરાંત આપણે અનેક પ્રકારના અથાણાં બનાવતા અને ખાતા થયા છે. લીંબુ , કેરી, ગુંદા, લસણ, અનેક જાતના અથાણાં હવે માર્કેટમાં પણ આસાનીથી મળી રહે છે. અથાણાંનો ચટકારો તમારા ભોજનને વધારે સ્વાદિષ્ટ બનાવી દેતો હોય છે. ડુંગળીનું અથાણું બનાવવા તમે નાની મોટી તમને ગમતી ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. મોટી ડુંગળી વાપરતા હોવ તો તેને નાના નાના ટુકડા કરી લો. આ રેસીપી બનાવવામાં સરળ છે. રેસીપીમાં લાલ રંગ માટે બીટરૂટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ડુંગળીનો સ્વાદ અને રંગ બંનેમાં સુધારો કરશે. તો ચાલો આજે આપણે જાણીએ ડુંગળીનું અથાણું બનાવવાની રીત :
ડુંગળીનું અથાણું બનાવવા જોઈશે :
સમારેલી ડુંગળી - 2 મોટી
લીલા મરચા - 3-4
બીટરૂટ – 2
કઢી લીમડો- 10-12
કાળા મરી - 1 ચમચી
લવિંગ- 5-6
ખાંડ - 1 ચમચી
તજની લાકડી - 1 ઇંચ
મીઠું - 2 ચમચી
લીંબુનો રસ - 1 ચમચી
લાલ મરચું – જરૂર પ્રમાણે
કેવી રીતે બનાવશો નોંધી લો :
પહેલા એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં કાંદાને થોડી વાર રાખો અને પછી તેને બાજુ પર રાખો કાચની બરણીમાં લવિંગ, તજ, કાળા મરી વગેરે મિક્સ કરો. હવે બીટરૂટના ટુકડા અને ડુંગળી ઉમેરો અને ઉપર થોડી ખાંડ અને મીઠું ઉમેરી દો. તેને સારી રીતે મિક્સ કરો અને તેના પર ગરમ પાણી રેડો. હવે તેમાં લીલા મરચાના કટકા અને કઢી પત્તા મિક્સ કરી ઢાંકણને ચુસ્તપણે બંધ કરો અને થોડી વાર માટે બાજુ પર રાખો. તમારા ખોરાક સાથે પીરસો. ઈચ્છા હોય સ્વાદ માટે તેમાં લાલ મરચું પાવડર અને થોડું લીંબુ ઉમેરી શકો છો. તો આજે જ બનાવો આ રેસીપી.