/connect-gujarat/media/media_files/GPZEm7zeqTaJD0SVo7v3.png)
લોચો એ દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે. હવે તો બજારમાં પણ અલગ અલગ વેરાયટીના લોચા વેચાતા જોવા મળે છે. લોકો સવારે નાસ્તામાં લોચો ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. તો ચાલો જાણીએ લોચો બનાવવાની રીત :
લોચો બનાવવા માટે જોઈશે :
ચણાની દાળ: ૧ વાડકી,
ચણાનો લોટ: ૧ ચમચી,
વાંટેલું લીલું મરચું: ૧ ચમચી,
મીઠું: સ્વાદુનુસાર,
હળદર: ચપટી,
પાણી: જરૂર મુજબ,
ખાવાનો સોડા પા ચમચી,
સંચળ:જરૂર મુજબ,
શેકેલા જીરાનો પાવડર:જરૂર મુજબ,
મરી: સ્વાદ અનુસાર,
ડુંગળી: ઝીણી સમારેલી
ઝીણી સેવ
બેથી ત્રણ ચમચા માખણ,
ચટણી માટે કોથમીર.
લોચો બનાવવાની રીત
પહેલા એક વાડકી ચણાની દાળ પલાળો. હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, મીઠું નાખી વાટી લો . તેમાં થોડોક સોડા અને હળદર નાખીને અડધો કલાક રહેવા દો. હવે આ ખીરાને લોટ જેવું ઢીલું કરો. તેમાં લીલું મરચું અને હળદર ઉમેરો. હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી, કૂકરની ડીશ પર તેલ લગાવી તે ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાખી દો. હવે દસેક મિનીટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જો ચોંટે તો હજુ વધુ ગરમ થવા દો અન્યથા ગરમ ગરમ પીરસવા માટે ડીશમાં લઈ લો. થઈ તમારો લોચો તૈયાર. હવે તેના પર માખણ રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. હવે એક વાડકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠું નાખીને તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો. લીલું મરચું, પાલક, કોથમીર ખાંડ અને મીઠું આટલી વસ્તુ મિક્સર નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. તેને લોચા સાથે પીરસીને આનંદ ઉઠાવો .