/connect-gujarat/media/post_banners/cb23258303241c543f1555cd3494b7bc6f229d38f9c5132c75e17887e71703b0.webp)
ખીરનું નામ પડતાંની સાથે જ ખાવાનું મન થઈ જાય છે, કારણ કે ખીર એ નાનાથી લઈને મોટા બધા લોકોને ભાવતી વાનગી છે, ખીર પણ અલગ અલગ રીતે અને અલગ અલગ વસ્તુ ઉમેરીને બનાવી શકાય છે, તમે ચોખાની ખીરતો ખાધી જ હશે, પરંતુ શું તમે આ શિયાળા દરમિયાન હેલ્ધી ગાજરની ખીર ખાધી છે, નહીં તો ચાલો જાણીએ તે વાનગી વિષે...
ગાજરની ખીર માટેની સામગ્રી :-
15 ગ્રામ ઓટ્સ, 50 ગ્રામ છીણેલું ગાજર,1 ચમચી નારંગીની છાલ,1 ચમચી મધ,300 મિલી સ્કિમ્ડ દૂધ,1 લીલી એલચી,5 સમારેલી બદામ
ગાજરની ખીર માટેની રીત :-
સૌ પ્રથમ એક કડાઈમાં ઓટ્સ મૂકો અને સતત હલાવતા રહીને થોડીવાર સેકવા દેવું.તે થઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો. ત્યાર બાદ એક વાસણમાં દૂધ નાખીને મધ્યમ આંચ પર ઉકાળો. ઉકળતા દૂધમાં છીણેલું ગાજર ઉમેરો અને તેને ધીમી આંચ પર ઉકળવા દેવું. તેને 10 મિનિટ સુધી ચડવા દો. હવે વાસણમાં ઓટ્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ખીરને ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો. ઈલાયચીને ક્રશ કરીને દાણા કાઢી લો. બીજને પીસીને ઓટ્સ સાથે મિક્સ કરો. તેમાં મધ, નારંગીની છાલ અને ઝીણી સમારેલી બદામ પણ ઉમેરો. છેલ્લી 2 મિનિટ માટે બાફવા દેવું. આ રીતે ઘરે જ બનાવો નારંગી ગાજરની ખીર.