દક્ષિણ ગુજરાતમાં ઉર્જા સંકટના એંધાણ વચ્ચે ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ કાપ પરત ખેંચવાના રાજ્ય સરકારના નિર્ણયને પગલે ઉદ્યોગકારો અને કર્મચારીઓને મોટી રાહત મળવાની આશા છે. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે આ નિર્ણય અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા ઠપ્પ ન થાય અને રોજગારીનો પ્રશ્ન ઊભો ન થાય તે હેતુથી સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ કાપ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ઉદ્યોગો સાથે સંકળાયેલા કર્મચારીઓને પણ રાહત મળશે.નોંધનીય છે કે, રાજ્યમાં ઉર્જા સંકટની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઔદ્યોગિક વિસ્તારોમાં સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી વીજ કાપ લાગુ કરવામાં આવ્યો હતો.

જોકે, હવે રાજ્ય સરકારે આ સમયગાળા દરમિયાન આપવામાં આવતો વીજ કાપ રદ કરવાનો નિર્ણય લીધો છે.સરકારના આ નિર્ણયથી ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં મદદ મળશે. સાથે જ ઉદ્યોગો પર થતી સંભવિત અસરને ઘટાડવા અને કામદારોની રોજગારી જાળવી રાખવાના પ્રયાસોને પણ વેગ મળવાની આશા છે.