New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/19183831/genliea.jpg)
રિતેશ દેશમુખ અને જેનીલિયા દેશમુખ બોલિવૂડના સૌથી પ્રખ્યાત કપલમાંથી એક છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને નિયમિતપણે વિડિઓઝ અને ફોટા શેર કરે છે.
જેનીલિયાએ આવી એક ફની વીડિયો શેર કરી છે. આ વીડિયો આઈફા એવોર્ડ્સ 2019નો કહેવામાં આવી રહ્યો છે. ખરેખર આ વીડિયો છેલ્લા ઘણા દિવસોથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે તેને જેનીલિયાએ પણ રિટ્વીટ કર્યું છે, પરંતુ તેની પોતાની અને રિતેશની પ્રતિક્રિયા પણ ઉમેરી છે.
આ વીડિયોમાં રિતેશ, જેનીલિયા અને પ્રીતિ ઝિન્ટા જોવા મળી રહ્યા છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે વીડિયોમાં રિતેશ પ્રીતિ ઝિન્ટાને મળતા જોવા મળે છે. રિતેશ પ્રીતિને ખૂબ જ હૂંફથી મળે છે અને તેના હાથને ચુંબન કરે છે. તે જ સમયે, જેનીલિયા જરા પણ કંફર્ટેબલ લાગતી નથી. તે સ્પષ્ટ છે કે તેને આ બધું ગમ્યુ નથી.