ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે મયુર ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે આજરોજ તેઓએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.
તાજેતરમાં રાજયમાં 70 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં ભરુચ જિલ્લા પોલીસ વડા તરીકે મયુર ચાવડાને નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ તેઓએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો.
મયુર ચાવડાએ ચાર્જ સંભાળતા પોલીસકર્મીઓ દ્વાર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કટીબધ્ધતા દર્શાવી હતી.
