બેંગલુરૂમાં ભારે વરસાદના કારણે 17 ફ્લાઇટને ચેન્નાઈ ડાયવર્ટ કરાય

New Update
બેંગલુરૂમાં ભારે વરસાદના કારણે 17 ફ્લાઇટને ચેન્નાઈ ડાયવર્ટ કરાય

ગુરુવારે રાત્રે અને શુક્રવારે સવારે બેંગલુરુમાં વરસાદને કારણે આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2માં પાણી લીક થવાને કારણે ઘણી ડોમેસ્ટિક ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવી પડી હતી. બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (BIAL) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 9 મેની રાત્રે ટૂંકા ગાળામાં ભારે વરસાદને કારણે એરપોર્ટ ટર્મિનલ્સમાં પાણી લીકેજ થયું હતું.

13 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ, ત્રણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને એક ઈન્ટરનેશનલ કાર્ગો ફ્લાઈટને ચેન્નાઈ ડાયવર્ટ કરવી પડી હતી.તે જ સમયે, શુક્રવારે જમ્મુ-કાશ્મીરના ઉત્તરીય ભાગમાં ભારે પવનને કારણે વૃક્ષો પડી ગયા અને સંપત્તિને નુકસાન થયું. વૃક્ષો પડવાને કારણે અનેક મકાનોની છત ઉડી ગઈ હતી, અનેક વાહનો અને એમ્બ્યુલન્સને પણ નુકસાન થયું હતું. વૃક્ષો પડવાને કારણે શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર ટપ્પર વિસ્તાર પાસે વાહનવ્યવહાર રોકવો પડ્યો હતો.

Latest Stories