ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને 9 જાન્યુઆરના અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. અર્જુન એવોર્ડ મળ્યા બાદ ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ એક મોટી જાહેરાત કરી છે.
શમીએ દાવો કર્યો છે કે તે ઈંગ્લેન્ડ સામે 25 જાન્યુઆરીથી શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે. શમીને આ એવોર્ડ વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન માટે મળ્યો હતો. શમીએ વર્લ્ડ કપમાં 10.70ની એવરેજથી 24 વિકેટ લીધી હતી અને ભારતને ફાઇનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મોહમ્મદ શમી હાલમાં પગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહ્યો છે અને તેના કારણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તેના રમવા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.