આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ ત્રીજી વખત ફિફા શ્રેષ્ઠ પુરૂષ ખેલાડીનો એવોર્ડ જીત્યો

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ ત્રીજી વખત ફિફા શ્રેષ્ઠ પુરૂષ ખેલાડીનો એવોર્ડ જીત્યો
New Update

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ છેલ્લા ચાર વર્ષમાં ત્રીજી વખત ફિફા શ્રેષ્ઠ પુરૂષ ખેલાડીનો એવોર્ડ જીત્યો છે. તેણે નોર્વેના સ્ટ્રાઈકર એલિંગ હાલેન્ડને હરીફાઈમાં પાછળ છોડી દીધો. જ્યારે મહિલા ફૂટબોલરોમાં એતાના બોનમતીએ આ એવોર્ડ જીત્યો હતો.

સ્પેન અને બાર્સેલોનાની સ્ટ્રાઈકર એતાના બોનમતીને ધ બેસ્ટ ફિફા એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ફિફા મહિલા ખેલાડીનો પુરસ્કાર મળ્યો હતો. માન્ચેસ્ટર સિટીના કોચ પેપ ગાર્ડિયોલાએ 2023ના શ્રેષ્ઠ પુરૂષ મેનેજરનો એવોર્ડ જીત્યો, જ્યારે ઈંગ્લેન્ડના કોચ સરીના વિગમેને રેકોર્ડ ચોથી વખત શ્રેષ્ઠ મહિલા કોચ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. ગાર્ડિયોલાએ ઈન્ટર મિલાનની સિમોન ઈન્ઝાગી અને નેપોલીના લુસિયાનો સ્પાલેટ્ટીને હરાવીને આ સન્માન હાંસલ કર્યું હતું. માન્ચેસ્ટર સિટીના સ્ટોપર એડરસને શ્રેષ્ઠ પુરુષ ગોલકીપરનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે માન્ચેસ્ટર યુનાઈટેડ અને ઈંગ્લેન્ડની મેરી ઇયરપ્સે લંડનમાં યોજાયેલા સમારોહમાં શ્રેષ્ઠ મહિલા ગોલકીપરનો એવોર્ડ જીત્યો હતો.

#India #Argentine #star footballer #Lionel Messi #FIFA #player award
Here are a few more articles:
Read the Next Article