એશિયા કપના સુપર-4માં ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું. વરસાદના કારણે વિક્ષેપિત થયેલી મેચ બે દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. મેચ રવિવાર (10 સપ્ટેમ્બર)ના રોજ શરૂ થઈ હતી, પરંતુ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. ભારતે 24.1 ઓવરમાં રમત બંધ થતાં સુધીમાં 147 રન બનાવી લીધા હતા. સોમવાર મેચનો રિઝર્વ ડે હતો. આગળ રમતા ભારતીય ટીમે 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં આઠ વિકેટે 128 રન જ બનાવી શકી હતી. નસીમ શાહ અને હરિસ રઉફ ઈજાના કારણે બેટિંગ કરી શક્યા ન હતા. આ રીતે ટીમ ઈન્ડિયા 229 રનથી જીતી ગઈ.
એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને જીતવા 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રિઝર્વ ડે પર ભારતના વિરાટ કોહલી અને કેએલ રાહુલે પાકિસ્તાનના બોલરોને વિકેટ લેવા તરસાવ્યા હતા. બંને બેટ્સમેનોએ ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 356 રન સુધી પહોંચાડ્યો હતો. વિરાટ કોહલી 94 બોલમાં 122 રન અને કેએલ રાહુલ 106 બોલમાં 111 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.