આજે એશિયા કપ 2023માં જે મેચની બધા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે મેચ રમાશે. આજે ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. આ મેચમાં તમામની નજર ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવન પર રહેશે જેની કેપ્ટન્સી રોહિત શર્મા કરશે. આજે એવા કેટલાક ખેલાડીઓ કે જેમણે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનનો સામનો કર્યો નથી, તેઓને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે.
પાકિસ્તાન સામે રમાનારી મેચમાં ભારતના ટોપ ઓર્ડરમાં મોટો ફેરફાર થઈ શકે છે. કેએલ રાહુલની ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાનનું રમવું લગભગ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં ઈશાન કિશન કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે અને શુભમન ગિલ વિરાટ કોહલીની જગ્યાએ નંબર પર આવી શકે છે. શુભમન ગિલ અને ઈશાન કિશન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરી શકે છે.
રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
એશિયા કપ 2023 ની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કેન્ડીના પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે