એશિયન ગેમ્સ : અન્નુ રાનીએ જ્વેલિન થ્રોમાં રચ્યો ઈતિહાસ , જીત્યો ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સ : અન્નુ રાનીએ જ્વેલિન થ્રોમાં રચ્યો ઈતિહાસ , જીત્યો  ગોલ્ડ મેડલ
New Update

ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. એશિયન ગેમ્સનો આજે 10મો દિવસ છે. આ દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો છે. ચીનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારત ઈતિહાસ રચી રહ્યું છે.

અન્નુ રાનીએ જ્વેલિન થ્રોમાં 62.92 મીટર દૂર ફેંકીને ઈતિહાસ રચવાની સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતની મેડલ ટેલી

એશિયન ગેમ્સ 2023ની મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને છે. ભારત પાસે કુલ 69 મેડલ છે. ચીન પ્રથમ ક્રમે છે, બીજા ક્રમે જાપાન અને કોરિયા ત્રીજા ક્રમે છે.


ગોલ્ડઃ 15

સિલ્વરઃ 26

બ્રોન્ઝઃ 28

કુલઃ 69

#India #ConnectGujarat #gold medal #Creates History #Asian games #javelin throw #Annu Rani
Here are a few more articles:
Read the Next Article