Connect Gujarat
સ્પોર્ટ્સ

એશિયન ગેમ્સ : ભારતે 10,000 મીટર દોડ સ્પર્ધામાં બે મેડલ કર્યા કબજે, કાર્તિક અને ગુલવીરે રચ્યો ઇતિહાસ

એશિયન ગેમ્સ : ભારતે 10,000 મીટર દોડ સ્પર્ધામાં બે મેડલ કર્યા કબજે, કાર્તિક અને ગુલવીરે રચ્યો ઇતિહાસ
X

ચીનના હાંગઝોઉ શહેરમાં આયોજિત 19મી એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સના સાતમા દિવસે ભારતે પુરુષોની 10,000 મીટર દોડ સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ બંને મેડલ કબજે કર્યા છે. ભારત તરફથી આ ઈવેન્ટમાં ભાગ લઈ રહેલા કાર્તિક કુમારે 28:15:38ના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે ગુલવીરે 28:17:21ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. આ એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સમાં એટલે કે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. અગાઉ છઠ્ઠા દિવસે કિરણ બાલિયાને મહિલાઓની ગોળાફેંક ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધીમાં કુલ 10 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સિવાય 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. જેના પછી મેડલની કુલ સંખ્યા હવે 38 પર પહોંચી ગઈ છે

Next Story