એશિયન ગેમ્સ : ભારતે 41 વર્ષ બાદ ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીતીને રચ્ચો ઈતિહાસ

એશિયન ગેમ્સ : ભારતે 41 વર્ષ બાદ ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીતીને રચ્ચો ઈતિહાસ
New Update

એશિયન ગેમ્સમાં ભારતે 41 વર્ષ બાદ ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્ચો છે. એશિયન ગેમ્સમાં ભારતે જીતેલો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. ટીમ ઈવેન્ટમાં ભારતને આ ગોલ્ડ મળ્યો છે. ભારતની સુદીપ્તિ, દિવ્યકૃતિ સિંહ, વિપુલ, અનુષે ટીમ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા છે.

સ્કોર

1. ભારત - 209.205 પોઈન્ટ

2. ચીન - 204.882 પોઈન્ટ

3. હોંગકોંગ- 204.852

મેન્સ હોકી ઈવેન્ટમાં ભારતનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. ભારતે સિંગાપોર પર 1-16થી જીત મેળવી છે. ભારતનો આ સતત બીજો વિજય છે. ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને બે મેચમાં 32 ગોલ કર્યા.

એશિયન ગેમ્સ 2023માં ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે. દેશને પહેલા દિવસે પાંચ મેડલ અને બીજા દિવસે છ મેડલ મળ્યા હતા. ભારત કુલ 14 મેડલ સાથે મેડલ ટેબલમાં પાંચમા સ્થાને છે. ભારત પાસે ત્રણ ગોલ્ડ, ચાર સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ છે. ત્રીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓ પાસેથી ઘણા મેડલની અપેક્ષા છે.

#India #ConnectGujarat #history #Asian games #winning gold medal #equestrian
Here are a few more articles:
Read the Next Article