એશિયન ગેમ્સ : ભારતે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો

એશિયન ગેમ્સ : ભારતે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો
New Update

એશિયન ગેમ્સના પાંચમાં દિવસે ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ગોલ્ડ મેડલ જીત્યો છે. સરબજોત સિંઘ, શિવા નરવાલ અને અર્જુન સિંહ ચીમાની ભારતીય ત્રિપુટીએ કુલ 1734નો સ્કોર પૂરો કર્યો અને ટીમ ગોલ્ડ માટે ચીનને એક પોઇન્ટથી હાર આપી છે. વિયેતનામ 1730 પોઈન્ટ સાથે સાથે બ્રોન્ઝ જીત્યો.

સરબજોત (580) અને અર્જુન (578) અનુક્રમે 5મું અને 8મું સ્થાન ધરાવે છે અને આજે IST સવારે 9 વાગ્યે યોજાનારી વ્યક્તિગત ફાઈનલ માટે ક્વોલિફાય છે. શિવ (576) 14મા ક્રમે છે.

ભારતીય વુશુ ખેલાડી રોશિબિના દેવીએ સિલ્વર મેડલ જીત્યો છે. રોશિબિના દેવીને 60 કિલોગ્રામ મહિલા વર્ગમાં ચીનની ખેલાડીએ હાર આપી હતી. આ રીતે ચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે રોશિબિના દેવીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ખરેખર, એશિયન ગેમ્સમાં ભારત ક્યારેય વુશુમાં મેડલ જીતી શક્યું નથી. રોશિબિના દેવી પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ તે ચૂકી ગઈ.

#India #gold medal #Asian games #air pistol team
Here are a few more articles:
Read the Next Article